epfo logo

EPFO Pension Scheme: લોકો માટે રાહતભરી ખબર! હવે આ તારીખ સુધી પેન્શન યોજના માટે કરી શકાશે અરજી

EPFO Pension Scheme: EPFOએ હવે આ વિકલ્પ પસંદ કરવા માટે 26 જૂન ની નવી તારીખ નક્કી કરી

બિજનેસ ડેસ્ક, 03 મેઃ EPFO Pension Scheme: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે  EPFO પાત્ર સભ્યોને ઉચ્ચ પેન્શન વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. આ માટે છેલ્લી તારીખ 3 મે નક્કી કરવામાં આવી હતી જે હવે લંબાવવામાં આવી છે. મોટી રાહત આપતા, EPFOએ હવે આ વિકલ્પ પસંદ કરવા માટે 26 જૂન 2023ની નવી તારીખ નક્કી કરી છે. તમામ પાત્ર વ્યક્તિઓ આ યોજના હેઠળ તેમની અરજી દાખલ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 12 લાખ અરજીઓ મળી છે

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે EPFO ​​એ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 4 નવેમ્બર, 2022 ના રોજ વિકલ્પ/સંયુક્ત વિકલ્પની ચકાસણી માટે પેન્શનરો/સભ્યો પાસેથી અરજીઓ મેળવવાની વ્યવસ્થા કરી છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉચ્ચ પેન્શન વિકલ્પ પસંદ કરવા માટે અત્યાર સુધીમાં 12 લાખથી વધુ અરજીઓ મળી છે. 

સમયમર્યાદા વધારવાની માંગણી કરવામાં આવી હતી

અહેવાલો મુજબ, ઓનલાઈન સુવિધા માત્ર 3 મે, 2023 સુધી ઉપલબ્ધ થવાની હતી, પરંતુ તે દરમિયાન, સમયમર્યાદા વધારવા માટે ઘણી રજૂઆતો મળી હતી. આને ધ્યાનમાં રાખીને, આ મુદ્દા પર વિચારણા કરવામાં આવી અને તમામ પાત્ર વ્યક્તિઓને તક આપવા અને તેમને અરજી દાખલ કરવા સક્ષમ બનાવવા માટે અગાઉની સમયમર્યાદા 26 જૂન, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેન્શનરો/સભ્યોની સુવિધા માટે અને તેમને આવતી કોઈપણ મુશ્કેલીઓને દૂર કરવા માટે પૂરતી તકો પૂરી પાડવા માટે સમય મર્યાદા વધારવામાં આવી રહી છે.

અગાઉ પણ સમયમર્યાદા લંબાવવામાં આવી હતી?

નવેમ્બર 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે જે કર્મચારીઓ 01.09.2014 પહેલા અથવા 01.09.2014 ના રોજ EPF નો ભાગ હતા પરંતુ ઉચ્ચ પેન્શન માટે અરજી કરી શક્યા નથી તેઓ ચાર મહિનાની અંદર નવો વિકલ્પ પસંદ કરી શકે છે. આ પછી, અરજીની સમયમર્યાદા વધારીને 3 મે, 2023 કરવામાં આવી હતી.

આ પણ વાંચો… Vinesh phogat targets anurag thakur: રેસલર વિનેશ ફોગાટે કેન્દ્રીય રમતગમત મંત્રી પર સાધ્યું નિશાન, કહી આ વાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો