Terrorist Attack on Civilian: સફરજનના બગીચામાં અચાનક આતંકીઓએ ફાયરિંગ કર્યુ, એક કાશ્મીરી પંડિતની હત્યા

Terrorist Attack on Civilian: 12 ઓગસ્ટ 2022ના રોજ બાંદીપોરામાં એક પ્રવાસી મજૂરની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી

શ્રીનગર, 16 ઓગષ્ટઃ Terrorist Attack on Civilian: શોપિયાના છોટીપોરા વિસ્તારમાં સોમવારે એક સફરજનના બગીચામાં અચાનક આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. આતંકવાદીઓના ફાયરિંગથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. મૃતક અને ઘાયલ બંને અલ્પસંખ્યક સમુદાય (કાશ્મીરી પંડિત)માંથી છે. ઘાયલ વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. કાશ્મીર ઝોનના પોલીસના જણાવ્યાં મુજબ વિસ્તારની ઘેરાબંધી કરી દેવાઈ છે.

અત્રે જણાવવાનું કે આતંકવાદીઓ સતત શોપિયામાં પ્રવાસી મજૂરો અને સ્થાનિકો પર હુમલો કરી રહ્યા છે. આ મહિનાની વાત કરીએ તો આ મહિનામાં આ રીતનો આ ત્રીજો હુમલો છે. 12 ઓગસ્ટ 2022ના રોજ બાંદીપોરામાં એક પ્રવાસી મજૂરની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ બિહારના રહીશ મોહમ્મદ અમરેઝ તરીકે થઈ હતી.

આ પણ વાંચોઃ Finance Minister warns crypto investors: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારો માટે નાણામંત્રીની આપી ખાસ ચેતવણી- વાંચો વિગત

4 ઓગસ્ટ 2022ના રોજ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ એક બિનકાશ્મીરી મજૂરની હત્યા કરી હતી. હુમલામાં બે અન્ય વ્યક્તિ ઘાયલ પણ થયા હતા. હુમલામાં જે વ્યક્તિનું મોત થયું હતું તે બિહારના સકવા પરસાનો મોહમ્મદ મુમતાઝ હતો. 

આ અગાઉ મે અને જૂન મહિનામાં આતંકીઓએ અનેક હુમલા કર્યા હતા. ત્યારબાદ ઘણા મજૂરોએ કાશ્મીર ખીણમાંથી પલાયન શરૂ કરી દીધુ. ટાર્ગેટ કિલિંગ અંગે પોલીસ અને પ્રશાસન તરફથી કડક કાર્યવાહીની વાત કરાઈ હતી અને લોકોને સુરક્ષાનો ભરોસો પણ અપાવવામાં આવ્યો હતો. પરંતુ સતત હુમલાથી લોકો ફરી એકવાર દહેશતમાં છે. 

આ પણ વાંચોઃ Information on alternative routes: ભારે વરસાદના કારણે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તા બંધ કરવામાં આવ્યા છે- જાણો વૈકલ્પિક રસ્તા વિશે

Gujarati banner 01