Greece Accept UPI

Greece Accept UPI: ફ્રાંસ બાદ હવે ગ્રીસમાં પણ કરી શકાશે ભારતીય UPI દ્વારા પેમેન્ટ, વાંચો વિગત

Greece Accept UPI: ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને કેનેડામાં તો પ્રચિલત છે

નવી દિલ્હી, 02 માર્ચઃ Greece Accept UPI: ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની માંગ થઈ રહી છે. હવે યુરોપિયન દેશ ગ્રીસે પણ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સ્વીકૃતિ આપી દીધી છે. 

ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને કેનેડામાં તો પ્રચિલત છે જ પણ હવે યુરોપમાં ફ્રાંસ બાદ ગ્રીસે પણ આ સિસ્ટમને અપનાવવાનુ એલાન કર્યુ છે. 

આ પણ વાંચોઃ Alexei Navalny: રશિયન રાષ્ટ્રપતિના વિરોધી નવેલનીના પરિવારને દફનવિધિ ગુપ્ત રાખવાની શરતે મૃતદેહ સોંપ્યો- એલક્સનું જેલમાં થયુ હતુ મોત

તાજેતરમાં ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ ભારતના પ્રવાસે આવ્યા હતા અને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. એ પછી બંને દેશોએ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ માટે એમઓયુ પણ કર્યુ છે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો