Alexei Navalny

Alexei Navalny: રશિયન રાષ્ટ્રપતિના વિરોધી નવેલનીના પરિવારને દફનવિધિ ગુપ્ત રાખવાની શરતે મૃતદેહ સોંપ્યો- એલક્સનું જેલમાં થયુ હતુ મોત

Alexei Navalny: મૃતદેહ સોંપવાના બદલામાં એલક્સી નવલનીનો પરિવાર જાહેર અંતિમ સંસ્કાર નહીં કરે તેવી રશિયન સરકારની શરત ના છુટકે એલક્સી નવલનીના પરિવારે માની લીધી

નવી દિલ્હી, 02 માર્ચઃ Alexei Navalny: રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર વિરોધી એલેક્સી નવેલનીનુ જેલમાં રહસ્મયસંજોગોમાં મોત થયા બાદ શુક્રવારે મોસ્કોમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રશિયન સરકારે  નવેલનીના પરિવારને દફનવિધિ ગુપ્ત રાખવાની શરતે મૃતદેહ સોંપ્યો હોવા છતા અને આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવા છતા અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચોઃ Unseasonal rain in Gujarat: જામનગર, કચ્છ-સૌરાષ્ટ્ર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ- જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે, રશિયાની જેલમાં બંધ એલક્સી નવલનીનુ 16 ફેબ્રુઆરીએ મોત થયુ હતુ. જોકે મૃતદેહ સોંપ્યા બાદ એલક્સી નવલનીના અંતિમ સંસ્કારની જાણકારી ગુપ્ત રાખવામાં આવી છે. રશિયન સરકારે રાષ્ટ્રપતિ પુતિનના કટ્ટર વિરોધ એલક્સી નવલનીનો મૃતદેહ તેમના માતાને સોંપ્યો હતો, આ બાબતે ભાગ્યે જ કોઈ વ્યક્તિ માહિતગાર છે અને તેના કારણે એવી અટકળ થઈ રહી છે કે, મૃતદેહ સોંપવાના બદલામાં એલક્સી નવલનીનો પરિવાર જાહેર અંતિમ સંસ્કાર નહીં કરે તેવી રશિયન સરકારની શરત ના છુટકે એલક્સી નવલનીના પરિવારે માની લીધી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો