hindustan unilever

hindustan unilever: સાબુથી લઇને ડિટરજન્ટ સુધીની વસ્તુઓના ભાવમાં વધારો, રોજિંદા જીવનની વસ્તુઓ થઇ મોંઘી, જાણો કેટલા વધ્યા ભાવ?

hindustan unilever: દેશની મોટી એફએમસીજી કંપની એચયુએેલે વ્હીલ પાવડરના ભાવ 3.5 ટકા સુધી વધારી દીધા છે. લક્સ સાબુની કિંમતમાં 8થી 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે

બિઝનેસ ડેસ્ક, 07 સપ્ટેમ્બરઃ hindustan unilever: રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓની કિંમતો દરરોજ વધી રહી છે. ખાદ્ય તેલ, દૂધ, બ્રેડ જેવી વસ્તુઓ મોંઘી થયા બાદ હવે સાબુ, ડિટર્જેન્ટ મોંઘા થઇ ગયા છે. દેશની મોટી એફએમસીજી કંપની એચયુએેલે વ્હીલ પાવડરના ભાવ 3.5 ટકા સુધી વધારી દીધા છે. લક્સ સાબુની કિંમતમાં 8થી 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ ડિટર્જેંટ, સાબુના ભાવ 14 ટકા સુધી વધી ગયા છે.

જાણકારોનું કહેવું છે કે ફ્યૂલ મોંઘુ થવાથી કંપનીઓનો ખર્ચ વધી ગયો છે. તેથી કંપની(hindustan unilever)ઓ ભાવ વધારી રહી છે. તમને જણાવી દઇએ કે લક્સ સાબુ બ્રિટીશ કંપની યૂનિલિવરની સહાયક કંપની હિન્દુસ્તાન યૂનિલિવરની એક લોકપ્રિય બ્રાન્ડ છે. લક્સ સાબુ, કંપનીની તે પ્રોડક્ટ્સમાંથી છે જેને ભારતના લગભગ તમામ ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ Monsoon: હવામાન વિભાગે આગામી રાજ્યભરમાં 20મી સપ્ટેમ્બર સુધી સારા વરસાદની આગાહી કરી- વાંચો ક્યાં ક્યાં વરસસે મેઘરાજ

એચયૂએલની કઇ પ્રોડક્ટસ કેટલી મોંઘી થઇ

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્હીલ પાવડરના ભાવ 3.5 ટકા વધ્યા છે. તેવામાં અડધા કિલોગ્રામ(500 Kg)ના પેક પર ભાવ 1થી 2 રૂપિયા વધી જશે.
  • સર્ફ એક્સેલ (Surf Excel Easy wash Variant) 1 કિલોગ્રામના પેકેટના ભાવ 100 રૂપિયાથી વધીને 114 રૂપિયા થઇ જશે.
  • રિન (Rin)ના 1 કિલોગ્રામ પેકેટના ભાવ 77 રૂપિયાથી વધીને 82 રૂપિયા થઇ જશે. અડધો કિલોગ્રામ (500 Kg) ના ભાવ 37 રૂપિયાથી વધીને 40 રૂપિયા થઇ જશે.
  • લક્સ સાબુ (Lux Soap) ના ભાવ 12 ટકા સુધી વધી જશે.
  • લાઇફ બોય સાબુ (lifebuoy Sabun)ના ભાવ 8 ટકા સુધી વધી જશે

આ ખબર બાદ કંપનીના શેરમાં જોરદાર તેજી આવી છે. NSE પર HULના શેર 15 રૂપિયા વધીને 2795 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 10 ટકા વધીને 2061 ટકા થઇ ગયો. સાથે જ કંપનીની આવક 13 ટકા વધીને 11915 કરોડ રૂપિયા રહી. જાણકારોનું કહેવું છે કે અન્ય એફએમસીજી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટના ભાવ વધારી શકે છે. કારણ કે ખર્ચ ઝડપથી વધી રહ્યો છે.

Whatsapp Join Banner Guj