update paytm back in play store

Paytm shares investors: પેટીએમના શેરે રોકાણકારોને રડાવ્યા, રોકાણકારોને શેરદીઠ 800 કરતા પણ વધારે રૂપિયાનું નુકસાન થયું

Paytm shares investors: સૌથી મોટો 18,300 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને ઉતરેલી પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશનના શેરમાં લિસ્ટિંગના દિવસથી શરૂ થયેલો ઘટાડો હજુ પણ ચાલુ જ છે

બિઝનેસ ડેસ્ક, 22 નવેમ્બરઃPaytm shares investors: ડિજિટલ પેમેન્ટ સેવા પ્રદાન કરનારી દેશની દિગ્ગજ કંપની પેટીએમના રોકાણકારોને ભારે મોટો ઝાટકો વાગ્યો છે. અત્યાર સુધીનો સૌથી મોટો 18,300 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને ઉતરેલી પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશનના શેરમાં લિસ્ટિંગના દિવસથી શરૂ થયેલો ઘટાડો હજુ પણ ચાલુ જ છે. હાલ તેના શેરની કિંમત ઈસ્યુ પ્રાઈઝ કરતા લગભગ 44 ટકા સુધી ઘટી ચુકી છે. 

પેટીએમના શેર ગત સપ્તાહે ગુરૂવારના રોજ શેર બજારમાં લિસ્ટ થયા હતા. તેનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈઝ કરતા આશરે 9 ટકા ઘટીને થયું હતું. પહેલા દિવસે લિસ્ટિંગ બાદ તેના શેર્સની કિંમત સતત ઘટતી ગઈ અને વેપારના અંત સુધીમાં 27 ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો હતો. જ્યારે આજે સપ્તાહના પહેલા દિવસે તેમાં 17 ટકા જેટલો વધુ ઘટાડો નોંધાયો. આ રીતે બે દિવસમાં કંપનીના શેરની કિંમતમાં 44 ટકા કરતા વધારે ઘટાડો થઈ ચુક્યો છે. 

આ પણ વાંચોઃ 3 family members drown in mahisagar river: વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં એક જ પરિવારનાં 3 સભ્યનાં મોત

સોમવારે સવારે 11:30 કલાકે પેટીએમના શેર11.98 ટકાના ઘટાડા સાથે 1376.75 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. બીએસઈ પર કારોબાર દરમિયાન તે 1350.35 રૂપિયા સુધી ઘટી ગયા. આ રીતે રોકાણકારોને શેરદીઠ 800 કરતા પણ વધારે રૂપિયાનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં કંપનીની જીએમવીમાં ગત વર્ષની સરખામણીએ 131 ટકાનો વધારો આવ્યો હતો અને તે 11.2 અબજ ડોલરે પહોંચી ગઈ હતી. પરંતુ બજારમાં લિસ્ટ થયા બાદથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. 

Whatsapp Join Banner Guj