Moscow Terrorist Attack

Moscow Terrorist Attack: મોસ્કોના શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત

Moscow Terrorist Attack: રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું

નવી દિલ્હી, 23 માર્ચઃ Moscow Terrorist Attack: રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. તો 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતુ.

આ પણ વાંચોઃ SBI Net Banking: SBIના કરોડો ગ્રાહકો આજે 60 મિનિટ માટે YONO અને UPI સહિતની સેવાઓ ઠપ્પ રહેશે, વાંચો વિગત

હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે. હુમલાની જવાબદારી ISISએ લીધી છે. સમાચાર એજન્સી ધ એસોસિએેડના રિપોર્ટ અનુસાર, રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું છે. બાદમાં વિસ્ફોટના અવાજ પણ સંભળાયા અને કૉન્સર્ટ હોલમાં આગ પણ લાગી હતી.

હુમલાખોરો કૉન્સર્ટ હૉલમાં હાજર હતા. રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી મૉસ્કો કૉન્સર્ટ હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Mahindra Pact with Adani: ઇલેક્ટ્રિક વાહન માટે અદાણીની મોટી યોજના, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે કરાર કર્યો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો