surat murder accused 2

Murder case by knife: સુરત શહેરમાં હત્યાની ઘટના યથાવત, બે દિવસ પહેલા જેલમાંથી છૂટીને આવેલ ઈસમને દોડાવી દોડાવી ચપ્પુના ઘા જીકી હત્યા કરાઈ

Murder case by knife: આ તમામ ઘટના સીસી TV કેમેરા કેદ થઇ ગઈ હતી ઘટનાની જાણ થતા જ મહિધરપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો

સુરત, 22 માર્ચઃMurder case by knife: સુરત ક્રાઇમ સીટીના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટાલાશેરી ચાર રસ્તા નજીક જૂની અદાવત રાખી સાહિલ ઉર્ફે પોટલાને રોડપર દોડાવી દોડાવી નિખિલ ઉર્ફે મુન્નાએ ચપ્પુ વડે પીઠના ભાગે, ડાબા હાથની ટચલી આંગળી, જમણાં હાથ પર અને બંને પગની જાગના ભાગે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ સાહીલ ઉર્ફે પોટલાંને સારવાર અર્થે 108 મારફતે સ્મિમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં ફરજ પર હાજર રહેલ તબીબે સાહીલ પોટલાંને મૃત જાહેર કર્યો હતો. સાહીલ પોટલો મહિધરપુરા પોલીસ સ્ટેશનના 307 ના ગુન્હામાં લાજપોર જેલમાં હતો અને બે દિવસ પહેલાજ લાજપોર જેલમાંથી છૂટીને આવ્યો હતો અને પોતે માથાભારી બુટલેગરની છાપ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું.

Murder case by knife

આ પણ વાંચોઃ Rang panchmi: આજે રંગ પચંમી, વાંચો આજના પર્વનું પૌરાણિક મહત્ત્વ

મહત્વની વાત તો એ છે કે આ તમામ ઘટના સીસી TV કેમેરા કેદ થઇ ગઈ હતી ઘટનાની જાણ થતા જ મહિધરપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Murder case by knife

ઉલ્લેખનીય છે કે, રવિવારે રાત્રે નવ વાગ્યે સાહિલ પોટલો પોતાના ઘર નજીક હતો. તે દરમિયાન મોપેડ પર આવેલ હુમલાખોરે એ ઉપરાછાપરી ચપ્પુના ત્રણથી ચાર ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

મરણજનાર સાહીલ ઉર્ફે પોટલા પર મહિધરપુરા પોલીસ સ્ટેશનના ચોપડે હત્યાની કોસીસ માં 307 અને પોહીબીશન જેવા ગુન્હા પણ નોંધાયા છે. જ્યારેર હત્યા કરનાર નિખિલ ઉર્ફે મુન્ના વિરુદ્ધ પણ ગુન્હા નોંધાય ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

Gujarati banner 01