Auspicious colors of holi

Rang panchmi: આજે રંગ પચંમી, વાંચો આજના પર્વનું પૌરાણિક મહત્ત્વ

Rang panchmi: માન્યતા છે કે ત્રેતાયુગની શરૂઆતમાં જ ભગવાન વિષ્ણુએ ધૂલિ વંદન કર્યું, એટલે કે તે સમયે ભગવાન વિષ્ણુએ વિવિધ રંગથી ભરપૂર સ્વરૂપ લીધા હતાં

ધર્મ ડેસ્ક, 22 માર્ચઃRang panchmi: આજે રંગ પંચમી છે. હોળી પછી ફાગણ વદ પાંચમના દિવસે રંગ પંચમી ઊજવવામાં આવે છે. આ એક લોક પર્વ છે અને અમુક જગ્યાએ જ ઊજવવામાં આવે છે. મધ્ય પ્રદેશના મોટાભાગના શહેરોમાં રંગ પંચમી ખૂબ જ મોટા સ્તરે ઊજવવામાં આવે છે અને લોકો એકબીજાને રંગ લગાવે છે. રંગની આપણાં સ્વાસ્થ્ય અને મન ઉપર સીધી અસર થાય છે.

પૌરાણિક મહત્ત્વ
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે રંગ પંચમીને ખરાબ શક્તિઓ ઉપર વિજય મેળવવાનું પર્વ કહેવામાં આવે છે. માન્યતા છે કે ત્રેતાયુગની શરૂઆતમાં જ ભગવાન વિષ્ણુએ ધૂલિ વંદન કર્યું, એટલે કે તે સમયે ભગવાન વિષ્ણુએ વિવિધ રંગથી ભરપૂર સ્વરૂપ લીધા હતાં. ત્રેતા યુગમાં ભગવાનના તેજથી વિવિધ રંગ ઉત્પન્ન થયા હતાં. માન્યતા છે કે વિવિધ રંગને હવામાં ઉડાડવા એટલે ધૂલિ વંદન. રંગોની દૈવીય ચમકથી ભગવાન પ્રસન્ન થાય છે.

પ્રાચીનકાળથી રંગ પંચમી
આ પર્વનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં હોળીનો ઉત્સવ અનેક દિવસો સુધી ઊજવવામાં આવતો હતો. તે સમયે રંગ પંચમીના દિવસે હોળી ઉત્સવ પૂર્ણ થતો હતો. તે પછી કોઈ રંગોથી રમતું નહીં. હકીકતમાં રંગ પંચમી હોળીનું જ એક સ્વરૂપ છે જે ફાગણ મહિનાના વદ પક્ષની પાંચમ તિથિએ ઊજવવામાં આવે છે. દેશના અનેક ભાગમાં આ અવસરે ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ આયોજિક કરવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે રંગ પંચમી અનિષ્ટકારી શક્તિઓ ઉપર વિજય મેળવવાના પર્વને કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ LPG Price Hike: મહિલાઓનું બજેટ ફરી ખોરવાશે, દૂધ અને પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરના ભાવમાં વધારો- વાંચો વિગત

રત્ન શરીરમાં રંગને સંતુલિત કરે છે
કુંડળીમાં ગ્રહોની શુભ-અશુભ સ્થિતિ પ્રમાણે તેમને લગતા રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. રત્ન પણ વિવિધ રંગના હોય છે. રત્નોના રંગ આપણાં શરીરને લગતા ગ્રહના રંગને સંતુલિત કરવાનું કામ કરે છે. હોળી અને રંગ પંચમીએ એકબીજાને વિવિધ રંગ લગાવવામાં આવે છે. આ રંગોથી પણ શરીરમાં રંગોનું સંતુલન વ્યવસ્થિત થાય છે.

રંગોના વિવિધ ગુણ હોય છે
લાલ રંગનો મુખ્ય ગુણ ઊર્જા અને ઉત્સાહ છે. પીળો રંગ ધૈર્ય અને ધર્મનું પ્રતીક છે. વાદળી રંગ દિવસમાં ઉગ્રતા અને રાતે શાંતિ આપે છે. લીલો રંગ સુકૂન આપે છે. ગુલાબી રંગ પ્રેમનું પ્રતીક છે. કેસરી રંગ પોઝિટિવ ઊર્જાનો કારક છે. સફેદ રંગ પવિત્રતા અને શાંતિ દર્શાવે છે. કાળો રંગ અંધકારને દર્શાવે છે.

Gujarati banner 01