Vadodra rape case

Vadodra rape case: વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ: દુષ્કર્મીઓ હજુ પણ ફરાર, કમિશ્નરે કેસની ગંભીરતા સમજી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી

Vadodra rape case: પીડિતાએ કઢંગી તસવીરો પોલીસને સોંપી

વડોદરા, 24 સપ્ટેમ્બરઃ Vadodra rape case: વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપીઓ હજુ પણ ફરાર છે. ત્યારે આ મામલે ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલા હાઇપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં યુવતી સાથેના કઢંગી હાલતમાં સી.એ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટના ફોટોગ્રાફ્સ પોલીસને સોંપાયા છે. સાથે પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાઈ ચૂક્યું છે.

આરોપીઓ પોલીસ પકડથી હજુ પણ દુર છે ત્યારે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઇ છે. પોલીસ કમિશ્નર શમસેરસિંહે કેસની ગંભીરતા સમજી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે. પોલીસ મજબૂતાઈથી તપાસ કરી રહી છે, તેમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓના વકીલે બંને નિર્દોષ હોવાનું અને નાર્કોટેસ્ટ માટે તૈયાર હોવાની વાત કરી હતી.

વડોદરાના દિવાળીપુરામાં રહેતી અને મુળ હરિયાણાના રોહતકમાં રહેતી યુવતી શહેરની ખાનગી યુનિવર્સીટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને તેણે ગોત્રી પોલીસમાં અશોક જૈન તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. ફરિયાદમાં યુવતીએ જમાવ્યું હતું કે, સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ FIR against The Kapil Sharma Show: કપિલની મુશ્કેલી વધી, આ કારણે શોના મેકર્સ તથા એક્ટર વિરુદ્ધ FIR નોંધાઇ- વાંચો વિગત

બોસ અશોક જૈને દુષ્કર્મ આચર્યા બાદ રાજુ ભટ્ટને ખુશ કરવાનું કહ્યું…

પીડિતાએ કહ્યું છે કે,મારા બોસ અશોક જૈને મારા પર બળાત્કાર ગુજાર્યો પછી જતાં જતાં ક્લાયન્ટ રાજુ ભટ્ટને ખુશ કરવાનું કહીને ગયા હતા. બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ ભટ્ટ આવ્યા હતા. રાજુ ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી. તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ? મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હતી. ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.

દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટો વાઇરલ કર્યા હતા

અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ Vaccine at home: દિવ્યાંગ, વૃદ્ધોને તેમના ઘરે જઇને કોરોનાની વેક્સિન અપાશે- કેન્દ્ર સરકાર

બંને આરોપીઓ ભૂગર્ભમાં

આ બનાવમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા બંને આરોપીને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે અને સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પણ પાડયા છે. બીજીતરફ આ કેસમાં પોલીસ કમિશનરે પણ વિગતો મેળવી છે. જ્યારે, ગોત્રીના પીઆઇ એસ.વી. ચૌધરી દ્વારા ફરિયાદ સંબંધિત કેટલીક વ્યક્તિના નિવેદનો તેમજ સ્થળના પંચનામાની તજવીજ કરી હતી. આ ઉપરાંત પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ પીડિતા તેમજ અન્ય સબંધિત વ્યક્તિઓના કોલ્સ ડીટેલ મેળવવા પણ કાર્યવાહી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.