Anant ambani

25Cr Reliance donate for Uttarakhand: રિલાયન્સે ઉત્તરાખંડને રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું

25Cr Reliance donate for Uttarakhand: રિલાયન્સે ઉત્તરાખંડને વિનાશક પૂર બાદ પુનઃનિર્માણ અને વિકાસ માટે રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું

અનંત અંબાણીએ જણાવ્યું કે આ યોગદાન રાજ્યના લોકો માટે સાતત્યપૂર્ણ વિકાસના પ્રયાસોનો એક ભાગ છે

મુંબઈ, 10 સપ્ટેમ્બર: 25Cr Reliance donate for Uttarakhand: ઉત્તરાખંડમાં આ વર્ષે પૂરથી અસરગ્રસ્ત લોકોના જીવન પુનઃનિર્માણમાં મદદ કરવા અને રાજ્યના સાતત્યપૂર્ણ સામાજિક વિકાસના પ્રયાસોને ચાલુ રાખવા માટે રિલાયન્સે અનંત અંબાણીના માધ્યમથી ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું હતું.

“અમે ઉત્તરાખંડના લોકો સાથે છેલ્લા એક દાયકામાં સુખ-દુઃખની ઘડીનો એક ગાઢ સંબંધ ધરાવીએ છીએ. રાજ્ય અને તેના લોકોની કટોકટીનો સામનો કરવાની અસાધારણ ક્ષમતા રિલાયન્સમાં અમારા બધા માટે પ્રેરણાદાયી રહી છે. આ સંબંધોનો એક દાયકો પૂરો થયાના ઉપલક્ષમાં આ સંબંધને વધુ મજબૂત બનાવતાં અમે રાજ્યની સુખાકારીમાં આ એક અર્થપૂર્ણ યોગદાન આપી રહ્યા છીએ,” તેમ  અનંત અંબાણીએ ઉત્તરાખંડમાં વિકાસની પહેલો પ્રત્યેની તાજેતરની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું.

આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે પૂર અને ભૂસ્ખલનને કારણે વ્યાપક પ્રમાણમાં જાન-માલનું નુકસાન થયું હતું. વર્ષ 2013માં વિનાશક પૂર આવ્યું ત્યારબાદથી રિલાયન્સ મુશ્કેલીના સમયમાં ઉત્તરાખંડ સાથે ઊભું રહ્યું હતું. દૂર-સુદૂરના વિસ્તારોમાં પહોંચનારી પ્રથમ સંસ્થાઓમાં શામેલ(25Cr Reliance donate for Uttarakhand) રિલાયન્સ ફાઉન્ડેશને ફસાયેલા લોકોને બચાવ્યા, રાહત અને આશ્રય પૂરો પાડ્યો અને જીવનના પુનઃનિર્માણના પ્રયાસો શરૂ કરાવ્યા હતા.

તેણે સંસ્થાઓનું પુનઃનિર્માણ કર્યું, જેમાં 30 ગામોના બાળકોને શિક્ષણ બે શાળાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમુદાયોને વધુ સવલતો પૂરી પાડવા માટે તાલીમો આપી હતી. રિલાયન્સે 2021માં આવેલા પૂર બાદ અને કોવિડ-19 મહામારી દરમિયાન પણ રાજ્યના લોકોને સેવાઓ પૂરી પાડી હતી.

Hello Friends: નિયમો તો કોઈને માનવા જ નથી!

ઉત્તરાખંડ સરકાર અને અન્ય સંસ્થાઓ સાથે મળીને રિલાયન્સે વિવિધ સામાજિક પહેલો આદરી છે. ગ્રામીણ સમુદાયોને લગભગ પાંચ લાખ ક્યુબિક મીટર જળ સંચય ક્ષમતા ઊભી કરવામાં મદદ કરવામાં આવી હતી, (25Cr Reliance donate for Uttarakhand)તેનાથી 90 ગામોમાં ખેતી અને વપરાશ માટે પાણીની ઉપલબ્ધતા બહેતર બનાવવામાં મદદ કરવામાં આવી હતી. વિવિધ સામુદાયિક આરોગ્ય સંભાળની યોજનાઓ થકી છેવાડાના લોકો સુધી તબીબી સારવાર પહોંચાડી હતી. સામુદાયિક વિકાસમાં પ્રશિક્ષિત 1,500 મહિલાઓ અને ગ્રામ પંચાયતોના 1,200 પ્રતિનિધિઓમાંથી ઘણા છેવાડાના સ્તરે કામ કરતાં આગેવાનો તૈયાર થયા છે.

વિકાસ માટે રમતગમતના મજબૂત સમર્થક એવા રિલાયન્સે તેની તમામ પહેલો માટે શિક્ષણ અને રમતગમત દ્વારા રાજ્યના 3.8 લાખથી વધુ બાળકો અને યુવાનોને ફૂટબોલ, બાસ્કેટબોલ અને એથ્લેટિક્સ માટે મદદ પૂરી પાડી છે.  2018 અને 2019માં અનોખી ચિરબટિયા લુથિયાગ મેરેથોને સમુદાયોને એકસાથે લાવવામાં, પ્રતિભા દર્શાવવામાં અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવામાં મદદ કરી છે.

ઉત્તરાખંડમાં આજીવિકાને મજબૂત બનાવવાના રિલાયન્સના પ્રયાસોના પરિણામોએ ભારતના અન્ય પ્રદેશોમાં પરિવર્તનને પ્રેરણા આપી છે. ‘વી કેર’ની ભાવના જે સંદેશ આપે છે એ મુજબ રિલાયન્સ ભારતમાં દરેક જગ્યાએ સર્વસમાવેશક વિકાસ અને લોકોના સુખાકારી માટે પ્રતિબદ્ધ છે.

આ યોગદાનનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડના લોકોને તેમની સુખાકારી અને સમૃદ્ધિ તરફની યાત્રામાં વધુ મદદ પૂરી પાડવાનો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *