President kovind

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્રની શરુઆત કરતાં સભા સંબોધતા, 26મી જાન્યુઆરી થયેલી હિંસાને દુર્ભાગ્ય પૂર્ણ ગણાવી..!

President kovind

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્ર શરૂઆત કરતા બંને સભાઓના સંયુક્ત સાદાં સમક્ષ અભિભાષણ કર્યું. બજેટ સત્રના પહેલા દિવસે પોતાના ભાષણમાં કોરોના મહામારીના દૌરમાં થઇ રહેલા આ સત્રને તેમણે મહત્વપૂર્ણ ગણાવ્યુ. તેમણે કહ્યું કે નવા દશક અને નવા વર્ષનું આ પ્રથમ સત્ર છે. આ સાથે જ આપણે ભારતની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છીએ.

Whatsapp Join Banner Guj

રાષ્ટ્રપતિએ સંસદમાં અભિભાષણ દરમિયા નવા કૃષિ કાયદાનો ઉલ્લેખ કરી તેને ખેડૂતો માટે કલ્યાણકારી ગણાવ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું કે ખેડૂતોની તેમની ઉપજના પૂરતા ભાવ મળે તે માટે સરકાર નવા કૃષિ કાયદા લાવી છે. સરકારે સ્વામિનાથન કમિટીની ભલામણો લાગુ કરી છે. નાના અને સીમાંક ખેડૂતોના ઉદ્ધાર માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સરકારે લઘુતમ ટેકાના ભાવે રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. ખેડૂતોને એમએસપી કરતા દોઢ ગણા ભાવ આપવામાં આવ્યા છે.

GEL ADVT Banner

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી સમયે થયેલી હિંસાની ઘટનાનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિભાષણ દરમિયાન ઉલ્લેખ કર્ય હતો અને તે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેઓએ કહ્યુ કે, ગણતંત્ર દિવસે અભિવ્યક્તિની આઝાદીનો અનાદર કરવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસે જ તિરંગાનુંઅપમાન કરવામાં આવ્યું.

આ પણ વાંચો…

યુએનના મહામંત્રીએ ભારતીય વેક્સિનના કર્યા વખાણ, કોરોનાની રસી બાબતમાં ભારતની ભૂમિકા મહત્વની