Allowing minority doctors in Pak to practice in India: હવે પાકિસ્તાનના લઘુમતી ડોક્ટરોને ભારતમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી, વાંચો શું છે કારણ ?
Allowing minority doctors in Pak to practice in India: એનએમસીના અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા શુક્રવારે જારી એક નોટિસ અનુસાર જે લોકોને યોગ્ય ઠેરવાશે તેમની અરજીને કમિશન કે તેનાથી અધિકૃત એજન્સી દ્વારા આયોજિત કરવામાં આવેલી પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે
નવી દિલ્હી, 07 ઓગષ્ટઃ Allowing minority doctors in Pak to practice in India: નેશનલ મેડીકલ કમિશનએ પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા અને 31 ડિસેમ્બર 2014એ અથવા તેના પહેલા ભારત આવેલા લઘુમતીઓ માટે દેશમાં ડોક્ટર તરીકે સેવાઓ આપવાનો માર્ગ ખોલી દીધો છે. એનએમસીએ આવા લોકો પાસેથી અરજીઓ મંગાવી છે, જેમણે આધુનિક તબીબી અથવા એલોપેથીના ક્ષેત્રે કાર્ય કરવા માટે કાયમી નોંધણી કરાવવા માટે ભારતીય નાગરિકતા મેળવી છે.
એનએમસીના અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા શુક્રવારે જારી એક નોટિસ અનુસાર જે લોકોને યોગ્ય ઠેરવાશે તેમની અરજીને કમિશન કે તેનાથી અધિકૃત એજન્સી દ્વારા આયોજિત કરવામાં આવેલી પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે. આ પરીક્ષાને પાસ કર્યા બાદ આ ડોક્ટર ભારતમાં પોતાની પ્રેક્ટિસ કરવા કે ક્યાંય પણ સેવા આપવા માટે યોગ્ય માનવામાં આવશે.
એનએમસીએ જૂનમાં નિષ્ણાતોની એક ટીમની રચના કરી હતી જેથી પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા તે લઘુમતી તબીબી સ્નાતકો માટે પ્રસ્તાવિત પરીક્ષા સંબંધી માર્ગદર્શન તૈયાર કરવામાં આવી શકે, જે પાકિસ્તાનથી ભારત આવી ગયા હતા અને અહીં તબીબી ક્ષેત્રે કાયમી નોંધણી માટે ભારતની નાગરિકતા લીધી હતી. યુએમઈબી અનુસાર અરજીકર્તાની પાસે તબીબી ક્ષેત્રે માન્ય યોગ્યતા હોવી જોઈએ અને ભારત આવતા પહેલા તેમણે ડોક્ટર તરીકે સેવા આપી હોય.
અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ પાંચ સપ્ટેમ્બર છે. ઉલ્લેખનીય છેકે પાકિસ્તાનમાં લઘુમતીઓને ઘણા પ્રકારના અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે. જે પણ સમર્થ લઘુમતી છે તે પાકિસ્તાનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જેમાંથી મોટાભાગના ભારત પહોંચે છે.