Pm 3

કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસઃ ઢાકા(bangladesh) પહોંચ્યા ભારતના વડાપ્રધાન, શેખ હસીનાએ કર્યું ભાવભર્યું સ્વાગત

bangladesh

નવી દિલ્હી, 26 માર્ચઃ આજથી બે દિવસના બાંગ્લાદેશ(bangladesh)ના પ્રવાસે ગયા છે. કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તેની ઉજવણીમાં વડાપ્રધાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ(bangladesh)ની સ્વતંત્રતાના જુદા જુદા કાર્યક્રમોમાં પીએમ મોદી પોતાના 2 દિવસના પ્રવાસ દરમ્યાન ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાંગ્લાદેશના પ્રવાસે છે. ત્યારે, હાલ પીએમ મોદી ઢાકા પહોંચી ગયા છે. ઢાકા એરપોર્ટ ખાતે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય બાંગ્લાદેશ યાત્રા પર છે. કોરોનાની મહામારી વચ્ચે 15 મહિના એટલે લે લગભગ 497 દિવસ બાદ પીએમ મોદીનો આ સૌપ્રથમ વિદેશપ્રવાસ છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા નિમિતે આયોજીત કાર્યક્રમોમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

ADVT Dental Titanium

બાંગ્લાદેશની મુલાકાત દરમ્યાન પીએમ મોદી વડાપ્રધાન શેખ હસીનાની સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ દરમિયાન બંને દેશોની વચ્ચે સંપર્ક વધારવા અને વાણિજ્ય સાથે લગતા મુદ્દાઓ પર મુખ્ય રીતે ચર્ચા કરાશે. કોરોના મહામારી દરમિયાન પોતાની પ્રથમ વિદેશ યાત્રામાં પીએમ મોદી બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચશે. જ્યાં તેઓ બાંગ્લાદેશના સ્વર્ણ જયંતિ સમારોહમાં સામેલ થશે.

તો સાથે જ બાંગ્લાદેશના સંસ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના જન્મશતાબ્દી સમારોહમાં પણ સામેલ થશે. આ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણા કરારો પર પણ હસ્તાક્ષર થઇ શકે છે. મંત્રણામાં સંપર્ક અને વાણિજ્ય મુખ્ય મુદ્દો રહેશે..

પીએમ મોદી આજથી બે દિવસ માટે બાંગ્લાદેશના પ્રવાસે છે. તેઓ સૌ પ્રથમ બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચશે. જ્યારે હજરત શાહ જલાલ ઈન્ટરનેશેલ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ ઉપસ્થિત રહેશે. પીએ મોદીને ઢાકા ખાતે 19 તોપની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર અપાશે. જે બાદ તેઓ એરપોર્ટ પર પીએમ પરેડનું નિરીક્ષણ કરશે અને બંને દેશના સીએમ એક સાથે સલામી મંચ પ જોવા ળશે.

Whatsapp Join Banner Guj

વડાપ્રધાન બાંગ્લાદેશમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાતે લેશે. ઢાકામાં આવેલું આ શહીદ સ્મારક બાંગ્લાદેશની આઝાદી માટે શહીદ થયેલા યોદ્ધાઓની યાદમાં નિર્માણ કરાયેલુ છે. વડાપ્રધાન ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વૃક્ષારોપણ પણ કરશે. શહીદ સ્મારકથી નીકળીને પીએમ મોદી પૈન પૈસિફિક સોનાગાવં હોટલ જશે. જ્યાં તેઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર હોટોલ કિલ્લંબધીમાં ફેરવી દેવાઈ છે.

આ પણ વાંચો…

ગુજરાતમાં આજથી ચાર દિવસ હીટ વેવ(heat wave)ની હવામાન વિભાગે કરી આગાહી: તાપમાન 43 ડીગ્રી સુધી જાય તેવી શક્યતા