ganga snan 1525102964

કુંભમેળા(Maha Kumbh 2021)ને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ: ઈતિહાસમાં પ્રથમવાર કુંભમેળાને લઇને લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

Maha Kumbh 2021

નવી દિલ્હી, 26 માર્ચઃ ભાવી ભક્તો કુંભ મેળા(Maha Kumbh 2021)ના આયોજનની રાહ જોતા હોય છે. આ ભારતનો એકમાત્ર મેળો હોય છે જેમાં લાખો લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા કુંભના મેળાને લઇને પણ સરકારે જાહેનામુ બહાર પાડ્યું છે. એમ કહી શકાય કે કુંભના મેળાને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.

ADVT Dental Titanium

ઈતિહાસમાં સૌપ્રથમ વખત હરિદ્વાર માં આયોજિત કુંભમેળાનો સમય ઘટાડીને એક મહિનો કરવામાં આવ્યો છે. સરકારના જાહેરનામા મુજબ ૧લી એપ્રિલથી ૩૦મી એપ્રિલ સુધી કુંભ મેળાનું આયોજન થશે અને સાથે જ ૧૨મી એપ્રિલ, ૧૪મી એપ્રિલ અને ૨૭મી એપ્રિલ એમ ત્રણ શાહી સ્નાન થશે. સામાન્ય રીતે કુંભ મેળો ઉતરાયણથી શરૂ થાય છે અને સાડા ત્રણ મહિના સુધી ચાલે છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસઃ ઢાકા(bangladesh) પહોંચ્યા ભારતના વડાપ્રધાન, શેખ હસીનાએ કર્યું ભાવભર્યું સ્વાગત