Big decision regarding Ganeshotsav: આ રાજ્ય સરકારે સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સંદર્ભે લીધો સૌથી મોટો નિર્ણય- વાંચો વિગત

Big decision regarding Ganeshotsav: હવે રાજ્યમાં ગણેશ મંડળોએ જે વિવિધ પરમિશન લેવાની હોય છે તે હવે પાંચ વર્ષમાં એકવાર લેવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી

મુંબઇ, 04 ઓગષ્ટઃ Big decision regarding Ganeshotsav: મહારાષ્ટ્રમાં શિંદે સરકારે તમામ તહેવારો ધૂમધામથી ઊજવવાની મંજૂરી આપી છે. એ સાથે જ મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. તે મુજબ હવે મંડળોને પાંચ વર્ષમાં એક જ વખત મંજૂરી લેવાની રહેશે.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ સાદાઈ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે તમામ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. તેથી ભક્તો આ વર્ષે ગણેશોત્સવ ધૂમધામ પૂર્વક ઊજવી શકવાના છે. તેમાં હવે રાજ્યમાં ગણેશ મંડળોએ જે વિવિધ પરમિશન લેવાની હોય છે તે હવે પાંચ વર્ષમાં એકવાર લેવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. તેનાથી ગણેશમંડળોનું મોટું ટેન્શન ઘટી ગયું છે.

આ પણ વાંચોઃ Fear of a terrorist attack: 15 ઓગસ્ટે દેશમાં આતંકવાદી હુમલાની આશંકા, ઈન્ટેલિજન્સ બ્યુરોએ આપી ખાસ ચેતવણી

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે જાહેરાત કરી હતી કે ગણેશમંડળોને જુદી જુદી પરમિશન વન વિન્ડો યોજના હેઠળ મળશે. મુંબઈ પોલીસ કમિશનર ખાતે યોજાયેલી ગણેશોત્સવ કાર્યકારી બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે  પાલિકાની પેવેલિયન ફી પણ માફ કરવામાં આવી છે.

એ સાથે જ આ વખતે મહારાષ્ટ્ર સરકારે ગણેશ મંડળો અને ભક્તોને પાંચ દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની છૂટ આપવામાં આવી છે. તેથી આ વર્ષનો ગણેશોત્સવ ગણેશભક્તો ધામધૂમથી ઉજવી શકશે.

આ દરમિયાન શિંદે સરકારે  વિસર્જન શોભાયાત્રામાં બીજા દિવસે સવારે છ વાગ્યા પછી મંડળોને પરંપરાગત વાજિંત્રો વગાડવા દેવાની અને  પોલીસ કાર્યવાહી ન કરે એ બાબતે બનતુ કરવાનું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચોઃ Mithilesh chaturvedi pass away: અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું અવસાન, લખનૌમાં અંતિમ શ્વાસ લીધા

Gujarati banner 01