CBI delhi

Biggest banking fraud: દેશના ઈતિહાસનો સૌથી મોટો બેન્કિંગ ફ્રોડ, જાણો વિગત

Biggest banking fraud: એસબીઆઈના ડીજીએમે ગુજરાતની કેટલીય કંપનીઓ પર 22842 કરોડનો ફ્રોડનો આરોપ લગાવ્યો

અમદાવાદ, ૧૨ ફેબ્રુઆરી: Biggest banking fraud: CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપીંડીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે.

આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. FIRમાં જણાવ્યા અનુસાર કૌભાંડનો સમય એપ્રિલ 2012થી જૂલાઈ 2017 સુધી બતાવામાં આવ્યો છે. આ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલ સૌથી મોટી બેંક કૌભાંડનો (Biggest banking fraud) કિસ્સો છે.

એસબીઆઈના ડીજીએમે ગુજરાતની કેટલીય કંપનીઓ પર 22842 કરોડનો ફ્રોડનો આરોપ લગાવ્યો છે. આ કૌભાડને બૈંકીંગ ફ્રોડમાં અત્યાર સુધીનો સૌથી મોટું કૌભાંડ કહેવાય છે. કારણ કે, નીરવ મોદીથી પણ આ મોટું કૌભાંડ છે. સીબીઆઈની ફરિયાદ મુજબ ફ્રોડ કરનારા બંને કંપનીઓ મુખ્ય છે. તેમના નામ એબીસી શિપયાર્ડજ અને એબીજી ઈંટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ છે. આ બંને કંપનીઓ એક જ ગ્રુપની છે.

કંપનીના તત્કાલિન સીએમડી રિશિ અગ્રવાલની સાથે સાથે તત્કાલિન એક્જિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિનીકુમાર, સુશિલકુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના નામો પણ એફઆઈઆરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. 2012-17ના સમયગાળા દરમિયાન આ કેસના આરોપીઓએ એકસાથે મળીને ફંડને બીજે વાપરવાથી લઈને નાણાનો ગેરઉપયોગ અને વિશ્વાસભંગ સહિતનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફોરેન્સિકની તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: Governor visits border villages: રાજ્યપાલે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના પાંચ સરહદી ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો

FIRમાં જણાવ્યા અનુસાર આ કંપનીએ તમામ નિયમ કાયદાને નેવે મુકીને બેંકોને ચૂનો લગાવ્યો છે. બેંકો સાથે સાથે એલઆઈસીને પણ 136 કરોડ રૂપિયા ચૂનો લગાવ્યો છે. એસબીઆઈને 2468 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આરોપ છે કે, આ બેંકથી ફ્રોડ માટે આપવામાં આપેલા પૈસાને વિદેશોમાં પણ મોકલવામાં આવતા હતા અને કેટલીય પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી. તમામ નિયમો કાયદાને નેવે મુકીને પૈસા એક કંપનીથી બીજી કંપનીમાં મોકલવામાં આવતા હતા.

ભારતની 28 બેંકનો સમાવેશ

SBIની ફરિયાદ અનુસાર, કંપનીએ તેની પાસેથી 2925 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જ્યારે ICICI પાસેથી રૂ. 7089 કરોડ, IDBI પાસેથી રૂ. 3634 કરોડ, બેન્ક ઓફ બરોડાના રૂ. 1614 કરોડ, PNB પાસેથી રૂ. 1244 કરોડ અને IOB પાસેથી રૂ. 1228 કરોડ ની લોન લીધી છે.

Gujarati banner 01