Bombs hurled at RSS office

Bombs hurled at RSS office: કેરળના કન્નુરમાં RSS ઓફિસ પર બોમ્બ ફેંકવામાં આવ્યો, પોલીસ તમામ સ્તરે તપાસ કરી શરુ

Bombs hurled at RSS office: આ ઘટના પર ભાજપના ટોમ વડક્કને ટિપ્પણી કરતા લખ્યુ કે, આ ચોંકાવનારી અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહી

કેરળ, 12 જુલાઇઃBombs hurled at RSS office: કેરળના કન્નૂર જિલ્લાના પય્યાનુરમાં RSS ઓફિસ પર બોમ્બ ફેંક્યા બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પય્યાનુર પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના આજે સવારે બની હતી. આ હુમલામાં બિલ્ડિંગની બારીના કાચ ટૂટી ગયા હતા. આ ઘટનાની આગળની તપાસ ચાલું છે. આ ઘટનામાં હાલ કોઈ પણ પ્રકારની જાન-હાનિની ખબર નથી આવી રહી. આ હુમલો કોણે અને કયા ઈરાદાથી કર્યો? અત્યાર સુધી તેના વિશે કોઈ માહિતી નથી મળી. પોલીસ તમામ સ્તરે તપાસ કરી રહી છે.

આ ઘટના પર ભાજપના ટોમ વડક્કને ટિપ્પણી કરતા લખ્યુ કે, આ ચોંકાવનારી અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામાજિક સંગઠનો પર બોમ્બ ફેંકવાના સ્તર સુધી વણસી ગઈ છે. તે નાગરિક સમાજમાં સ્વીકાર્ય નથી. આ અગાઉ પણ RSS કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. આ પ્રકારની કાયદા-વ્યવસ્થાની સ્થિતિનો ટૂંક સમયમાં સામનો કરવો પડશે. તેના માટે પોલીસ અને રાજ્ય તંત્ર જવાબદાર છે.

આ પણ વાંચોઃ High court refused to teach bhagavad gita in school: શાળાઓમાં બાળકોને ભગવદ્ ગીતા ભણાવવા અંગે રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને હાઇકોર્ટની નોટિસ

ટોમ વડક્કને કહ્યું કે, પોલીસની મિલીભગત ખૂબ જ ખતરનાક છે. એવા ઉદાહરણ છે જ્યાં પોલીસ સ્ટેશન 100 મીટર અંતરે હોય તો પણ કંઈ નહીં થાય. ખાસ કરીને કન્નુર જેવા સંવેદનશીલ જિલ્લામાં ઓફિસોને સુરક્ષિત રાખવાની જરૂર છે. એવું નથી કરવામાં આવ્યું. બેદરકારી સાથેની મિલીભગત. મને આ કહેતા દુ:ખ થાય છે. રાજ્ય સરકારને રાજ્યમાં કોઈપણ રાજકીય કાર્યાલયને નુકસાન માટે રાજ્ય સરકારને જવાબદાર ગણવામાં આવશે. 

આ પણ વાંચોઃ Gujarat ATS seized drugs worth Rs 350 crore: ગુજરાત ATSએ કચ્છના મુન્દ્રા બંદરેથી 350 કરોડનું હેરોઈન ઝડપ્યું

Gujarati banner 01