interesting facts about bhagavad gita edited e1647523815980

High court refused to teach bhagavad gita in school: શાળાઓમાં બાળકોને ભગવદ્ ગીતા ભણાવવા અંગે રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને હાઇકોર્ટની નોટિસ

High court refused to teach bhagavad gita in school: ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-૬થી ૮માં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા ભણાવવા અંગેના રાજય સરકારના તા.૧૭-૩-૨૦૨૨ના ઠરાવ સામે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી એવી રજૂઆત કરાઇ હતી

અમદાવાદ, 12 જુલાઇઃ High court refused to teach bhagavad gita in school: શાળાઓમાં બાળકોને ભગવદ્ગીતા ભણાવવા અંગેના રાજય સરકારના નિર્ણયને જાહેરહિતની રિટ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસો જારી કરી છે. અરજદારપક્ષ તરફથી શાળામાં અભ્યાસમાં ભગવદ્ ગીતા ભણાવવા અંગેના નિર્ણય સામે વચગાળાનો સ્ટે આપવાની માંગણી કરાઇ હતી, જો કે, હાઇકોર્ટે અરજદારપક્ષની સ્ટેની માંગણી ધરાર ફગાવી દીધી હતી. 

ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-૬થી ૮માં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા ભણાવવા અંગેના રાજય સરકારના તા.૧૭-૩-૨૦૨૨ના ઠરાવ સામે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, શાળાઓમાં ભગવદ્ગીતા અભ્યાસમાં સામેલ કરવાનો સરકારનો નિર્ણય નેશનલ એજયુકેશન પોલિસીની વિરુધ્ધનો છે. શાળાકીય અભ્યાસમાં બાળકોનું ઘડતર અને શિક્ષણ કોઇ ધર્મને અનુલક્ષીને નહી પરંતુ સર્વધર્મ સમભાવ પ્રકારનું અને સર્વગ્રાહી હોવું જોઇએ.

આ પણ વાંચોઃ Gujarat ATS seized drugs worth Rs 350 crore: ગુજરાત ATSએ કચ્છના મુન્દ્રા બંદરેથી 350 કરોડનું હેરોઈન ઝડપ્યું

સરકારનો ઉપરોકત નિર્ણય કોઇ ધર્મને અનુલક્ષીને કરાયો હોય તેમ જણાય છે અને તેનાથી ભારતીય બંધારણ અને તેની જોગવાઇઓનો ભંગ થાય છે. આ સંજોગોમાં હાઇકોર્ટે સરકારનો નિર્ણય ગેરકાયદે, અયોગ્ય અને ગેરબંધારણીય હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવવો જોઇએ. અરજદારપક્ષ તરફથી આ વિષયના પુસ્તકો નક્કી થઇ જાય તે પહેલાં આ રિટ પેન્ડીંગ છે ત્યાં સુધી સરકારના ભગવદ્ ગીતા ભણાવવાના નિર્ણય સામે વચગાળાનો સ્ટે આપવાની પણ માંગ કરાઇ હતી. જો કે, હાઇકોર્ટે તે ધરાર ફગાવી દીધી હતી. 

આ પણ વાંચોઃ Gujarat Weather update: 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, 8 જીલ્લા રેડ એલર્ટ જાહેર- જાણો ક્યાં વરસશે મેઘરાજ?

Gujarati banner 01