CAA Notification

CAA Notification : CAAનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષોને ગુવાહાટી પોલીસની નોટિસ – વાંચો વિગત

CAA Notification : સીએએના અમલની જાહેરાત થતા જ વિરોધ ચાલુ થઈ ગયો છે અને આસામમાં અનેક રાજકીય પક્ષોએ પણ હડતાળનું એલાન કર્યું

નવી દિલ્હી, 12 માર્ચઃ CAA Notification : સમગ્ર દેશમાં સીએએ એટલે કે નાગરિક સુધારા કાયદો 2019નો અમલ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે સીએએના અમલની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે હવેથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના બિનમુસ્લિમ નાગરિકો જેમ કે હિન્દુઓ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ વગેરેને ભારતની નાગરિકતા સરળતાથી મળી રહેશે. જો કે સીએએના અમલની જાહેરાત થતા જ વિરોધ ચાલુ થઈ ગયો છે અને આસામમાં અનેક રાજકીય પક્ષોએ પણ હડતાળનું એલાન કર્યું છે ત્યારે ગુવાહાટી પોલીસે રાજકીય પક્ષોને કાનૂની નોટિસ મોકલી છે.

આ પણ વાંચોઃ Gemini AI New Version: ગૂગલે રીલીઝ કર્યું નવું અપડેટ, હાલ અંગ્રેજી ભાષાને જ સપોર્ટ કરી રહ્યુ છે- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો