Redevelopment Sabarmati Ashram

Redevelopment Sabarmati Ashram: PM નરેન્દ્ર મોદી રૂપિયા 1200 કરોડમાં ‘સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’નો પ્રારંભ કરાવશે

Redevelopment Sabarmati Ashram: આજે દાંડી કૂચ દિવસ, સાબરમતી આશ્રમનાં મકાનો બનાવવા રૂપિયા 2.95 લાખનો ખર્ચ થયો હતો

અમદાવાદ, 12 માર્ચ: Redevelopment Sabarmati Ashram: અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’ નો  પ્રારંભ કરાવશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો. 

આ પણ વાંચોઃ CAA Notification : CAAનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષોને ગુવાહાટી પોલીસની નોટિસ – વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો