Google Action Against Gemini AI

Gemini AI New Version: ગૂગલે રીલીઝ કર્યું નવું અપડેટ, હાલ અંગ્રેજી ભાષાને જ સપોર્ટ કરી રહ્યુ છે- વાંચો વિગત

Gemini AI New Version: નવા અપડેટ પછી ગૂગલનું આ ચેટબોટ યૂઝર્સને રિપ્લાય બે વખત રિફાઈન કરીને આપશે

ટેક ડેસ્ક, 11 માર્ચઃ Gemini AI New Version: ગૂગલે હાલમાં જ Gemini AIને લઈને નવું અપડેટ રિલીઝ કર્યું છે. Gemini AI ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે, જેના દ્વારા યૂઝર્સને તેના સવાલોના જવાબ તરત જ આપવા માટે બનાવવામાં આવ્યું છે. નવા અપડેટ પછી ગૂગલનું આ ચેટબોટ યૂઝર્સને રિપ્લાય બે વખત રિફાઈન કરીને આપશે. 

આ પણ વાંચોઃ CAA Notification Issue: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત- આજથી CAA લાગુ, ત્રણ દેશના બિન-મુસ્લિમ શરણાર્થીને મળશે નાગરિકતા

નવા અપડેટ પછી Gemini ના યૂઝર્સ કોઈ રિપ્લાયને એડિટ કરી શકે છે. અને તેને સંપૂર્ણરીતે  હટાવી પણ શકે છે. નવા ફીચરની સુવિધા હાલમાં Geminiના વેબ વર્ઝન માટે ઉપલબ્ધ છે. એપ વર્ઝન પર હજુ સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી.  

નોંધનીય છે કે, જેમિનીના રિપ્લાય પર હવે તમારુ કન્ટ્રોલ રહેશે. જોકે નવું ફીચર માત્ર અંગ્રેજીને સપોર્ટ કરી રહ્યું છે. ભવિષ્યમાં અન્ય ભાષાઓને પણ સપોર્ટ કરશે. Geminiને જવાબ એડિટ કરવા માટે તમારે તે ભાગને સિલેક્ટ કરવાનો રહેશે અને પછી તેને લંબાવવો કે ડિલીટ કરવો તે દરેક કામ કરી શકશો. આ ઉપરાંત જે ભાગને હાઇલાઇટ કરવો હોય તો પણ કરી શકાશે.

 આ પણ વાંચોઃ Operation Bharat Shakti: આજે પોખરણમાં સેનાની ત્રણેય પાંખ સહિયારી ‘ભારત શક્તિ’ કવાયત કરશે- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો