CAA Notification Issue

CAA Notification Issue: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત- આજથી CAA લાગુ, ત્રણ દેશના બિન-મુસ્લિમ શરણાર્થીને મળશે નાગરિકતા

CAA Notification Issue: આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો સત્તાવાર રીતે લાગુ થઈ જશે.

નવી દિલ્હી, 11માર્ચઃ CAA Notification Issue: આજે (સોમવાર) કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કરાઈ છે. આમ, આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો સત્તાવાર રીતે લાગુ થઈ જશે. સીએએ લાગુ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. તો બીજી તરફ સીએએ લાગુ થતા દેશભરમાં પોલીસ અલર્ટ થઈ ચૂકી છે.

ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ વિભાગની તમામ રજાઓ રદ્દ કરી દીધી છે. રજાઓ ગાળવા ઘરે ગયેલા તમામ જવાનોને પરત બોલાવી લેવાયા છે. તો નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે. મહત્ત્વનું છે કે, સીએએ બંને ગૃહોમાંથી પાસ થયાને પાંચ વર્ષનો સમય વિતી ચૂક્યો છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દેશભમાં સીએએ લાગુ કરાયો છે.

આ પણ વાંચોઃ 3 More Double Decker Buses: અમદાવાદીઓ માટે સારા સમચાર, શહેરનાં ત્રણ નવા રુટમાં દોડશે ડબલ ડેકર બસ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો