3 More Double Decker Buses

3 More Double Decker Buses: અમદાવાદીઓ માટે સારા સમચાર, શહેરનાં ત્રણ નવા રુટમાં દોડશે ડબલ ડેકર બસ- વાંચો વિગત

3 More Double Decker Buses: હવે શહેરમાં સાત જેટલી ડબલ ડેકર બસ એપ્રિલ મહિના સુધીમાં દોડાવવાનું આયોજન છે

અમદાવાદ, 11 માર્ચઃ 3 More Double Decker Buses: અમદાવાદમાં આગામી 13 માર્ચથી વધુ ત્રણ ડબલ ડેકર બસ દોડાવાશે. અગાઉ અમદાવાદ અને ગાંધીનગરના રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી થઈ ચૂકી છે. આમ, હવે શહેરમાં સાત જેટલી ડબલ ડેકર બસ એપ્રિલ મહિના સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં કુલ 63 જેટલા મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

આ પણ વાંચોઃ Ghazipur Bus Accident : ગાઝીપુરમાં બસ પર હાઈટેન્શન તાર પડતા આગ લાગી, અનેક મુસાફરો જીવતા બળ્યા

આ ત્રણ નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે, જેનાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે. કમિટિમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંભા ક્રોસ રોડ સુઘી રૂટમાં એસીવાળી ડબલડેકર બસ ઉમેરવામાં આવશે. ત્રણેય નવા રુટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલડેકરની સાથે ઈલેક્ટ્રિસિટીથી કામ કરશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો