Court judgement

Supreme courts big decision: મહિલાના લગ્ન થઈ જવાના કારણે તેને નોકરીમાંથી છૂટી નહીં કરી શકાય, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

Supreme courts big decision: કોર્ટે કહ્યું કે, મહિલાના લગ્ન થઈ જવાના કારણે તેને નોકરીમાંથી છૂટી કરી દેવી એ લિંગ ભેદભાવ અને અસમાનતા છે. 

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરીઃ Supreme courts big decision: સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં મોટો ચુકાદો આપ્યો છે. 26 વર્ષ જૂના કેસમાં સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, લગ્નના આધાર પર કોઈને નોકરીમાંથી છૂટા ન કરી શકાય. આજથી 26 વર્ષ પહેલા લગ્નના આધાર પર એક મહિલા અધિકારીને માત્ર એટલા માટે નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી કારણ કે, તેના લગ્ન થઈ ગયા હતા.

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ પ્રકારનો નિયમ ખૂબ જ મનસ્વી હતો. મહિલાના લગ્ન થઈ જવાના કારણે તેને નોકરીમાંથી છૂટી કરી દેવી એ લિંગ ભેદભાવ અને અસમાનતા છે. 

આ પણ વાંચોઃ Vikrant Massey Apologizes: 12th Failના સ્ટાર વિક્રાંત મેસ્સીએ કરેલી ભગવાન રામ-સીતા વિવાદિત કોમેન્ટ વાયરલ, એક્ટરે માંગી માફી- વાંચો શું છે મામલો?

આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, લગ્નના આધાર પર કોઈ પણ મહિલાઓને નોકરીમાંથી છૂટી ન શકાય. મહિલા કર્મચારીઓને લગ્નના આધાર પર પોતાના અધિકારથી વંચિત ન રાખી શકાય. તેને આધાર બનાવનારા નિયમો ગેરબંધારણીય છે. આ નિયમો પિતૃસત્તાક છે જે માનવ ગરિમાને નબળી પાડે છે.

આવા નિયમો નિષ્પક્ષ વ્યવહારના અધિકારને નબળા પાડે છે. આટલું જ નહીં કોર્ટે કેન્દ્ર સરકારને લગ્નના આધાર પર નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવેલ સૈન્ય નર્સિંગ ઓફિસરને 60 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો