New traffic rules

Surat traffic divert alert: પલસાણાથી ભાટીયા ટોલટેક્સથી હજીરા તરફ આવતા ભારે વાહનો માટે રોડ ડાયવર્ઝન

Surat traffic divert alert: તા.૨૨ ફેબ્રુઆરીના રોજ નેશનલ હાઈ-વે નં.૪૮ પલસાણાથી ભાટીયા ટોલટેક્સથી હજીરા તરફ આવતા ભારે વાહનો માટે રોડ ડાયવર્ઝન

સુરત, 21 ફેબ્રુઆરી: Surat traffic divert alert: ૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત વાંસી-બોરસી ખાતે ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ખાતમુહુર્ત તથા જાહેર સભામાં તેમજ માંડવી જિલ્લા ખાતેના કાકરાપાર ખાતે અણુમથક પ્લાનટની મુલાકાત લેવાના હોય ટ્રાફિક નિયમન જળવાય રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારી દ્વારા રુટ ડાયવર્ઝનનું જાહેરણમુ પ્રસિધ્ધ કરાયું છે.

UPSC Recruitment 2024 : UPSC એ 120 જગ્યાઓ માટે કરી જાહેરાત, ઉમેદવારોની પસંદગી પરીક્ષાથી નહીં, માત્ર ઇન્ટરવ્યુ દ્વારા થશે

જે અનુસાર તા.૨૨/૦૨/૨૦૨૪ ના ૧૧/૦૦ કલાક થી ક.૨૦/૦૦ કલાક સુધી નેશનલ હાઈ-વે નં.૪૮ પલસાણાથી ભાટીયા ટોલટેક્સથી હજીરા તરફ આવતા તમામ ભારે વાહનો પલસાણા, કડોદરા, કામરેજ, રાજ હોટેલ થઈ વેલંજા ચોકડી થઈ સાયણ ચેકપોસ્ટ થઈ ONGC ચાર રસ્તાથી હજીરા તરફ ડાયવર્ટ કરાયા છે. આ જાહેરનામું આવશ્યક સેવાના વાહનો, ઈમરજન્સી સેવાઓ, આરોગ્ય વિષયક સેવાઓને લગતા, સરકારી વાહનો તેમજ સરકારી કામ માટે આવન-જાવન કરતા વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો