Monsoon forecast

​​​​​​Gujarat Rainfall Update: રાજ્યના આ ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ, હજી 5 દિવસ ભારે વરસાદની આગાહી

Gujarat Rainfall Update: છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણા 8 ઈંચ વરસાદ સાથે ટોપ પર છે

ગાંધીનગર, 24 ઓગષ્ટઃ Gujarat Rainfall Update: ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32 તાલુકામાં 2 ઇંચથી 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 148 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદની વાત કરી તો મહેસાણામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ મોરબીમાં 5.3 ઇંચ, બહુચરાજી તેમજ રાધનપુરમાં 5-5 ઇંચ વરસાદ તો વીસનગર અને ઇડરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ, વિજાપુર, અમિરગઢ, પોશીના, માણસા, જોટાણા સહિત મોટા ભાગના વિસ્તારોમાં 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ CBI raid RJD MLA: બિહારમાં RJDના ચાર નેતાનાં ઘરે CBIના દરોડા, લાલુ પ્રસાદ યાદવની દીકરી ગુસ્સે થઇ- વાંચો વિગત

24 કલાકમાં 10 તાલુકામાં 3થી 8 ઈંચ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ
મહેસાણામહેસાણા8
મોરબીમોરબી5
મહેસાણાબહુચરાજી4.8
પાટણરાધનપુર4.7
મહેસાણાવીસનગર4.4
સાબરકાંઠાઈડર4.3
પાટણપાટણ3.8
મહેસાણાવિજાપુર3.6
પાટણસરસ્વતી3.5
બનાસકાંઠાઅમીરગઢ3.5

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે. જેમા સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બનાસકાંઠા,સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોરબી, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ Gujarat first solar power milk plant: ગુજરાતનો પ્રથમ સોલાર પાવર સંચાલિત દૂધ પ્લાન્ટ કચ્છમાં થયો તૈયાર

Gujarati banner 01