Char-dham Yatra: દર્શનાર્થીઓ માટે રાહતના સમાચાર, હાઇકોર્ટે ચારધામની યાત્રા પર સંખ્યાનુ નિયંત્રણ હટાવી લેવાયુ

Char-dham Yatra: ભાવિકોએ પણ આ યાત્રા કરવા માટે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે તેવુ સર્ટિફિકેટ રાખવુ પડશે

નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ Char-dham Yatra: કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ હવે ગમે તેટલા ભાવિકો ચાર ધામની યાત્રા કરી શકશે. ભાવિકોની સંખ્યા પરનુ નિયંત્રણ ઉઠાવી લેવાનો ઉત્તરાખંડ હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

આ પહેલા હાઈકોર્ટે ત્રણ સપ્તાહ અગાઉ ચાર ધામ યાત્રાને શરત સાથે મંજૂરી આપી હતી અને કહ્યુ હતુ કે, કેદારનાથમાં 800, બદ્રીનાથમાં 1000, ગંગોત્રીમાં 600 અને જન્મોત્રીમાં 400 ભાવિકો જ એક દિવસમાં દર્શન માટે જઈ શકશે.

આ પણ વાંચોઃ Hanging bridge collapse: આસામમાં હેંગિંગ બ્રિજ ધરાશાયી થતા કેટલાય લોકો નદીમાં પડ્યા, શાળાએથી પરત ફરતા 30 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

જોકે એ પછી પણ ભાવિકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ રહી હતી. ભાવિકોને તંત્ર દ્વારા પાછા પણ મોકલવા પડતા હતા. જેના પગલે સરકારે કોર્ટ સમક્ષ વધારે ભાવિકોને દર્શન કરવા મંજૂરી અપાય તેવી અપીલી કરી હતી.

જોકે કોર્ટે હવે તમામ નિયંત્રણ ઉઠાવી લીધા છે અને સાથે સાથે ચાર ધામમાં મેડિકલ સુવિધા પણ રાખવી પડશે. જોકે ભાવિકોએ પણ આ યાત્રા કરવા માટે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે તેવુ સર્ટિફિકેટ રાખવુ પડશે. યાત્રા દરમિયાન કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવાની જરૂર નહીં પડે. કોર્ટના આદેશથી રાજ્યના વેપારીઓને પણ રાહત મળશે. કારણકે બે વર્ષથી તેમનો વ્યવસાય પણ ઠપ થયો હતો.

Whatsapp Join Banner Guj