Colonel Kirori Singh Bainsla dies

Colonel Kirori Singh Bainsla dies: ગુર્જર અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહે લીધા અંતિમ શ્વાસ, વાંચો વિગત

Colonel Kirori Singh Bainsla dies: બેંસલા રાજસ્થાનમાં શરૂ થયેલા ગુર્જર અનામત આંદોલનને લઈને દેશભરમાં જાણીતા બન્યા હતા, કિરોડી લાલ બેંસલા ભારતીય સેનામાં કર્નલ હતા

નવી દિલ્હી, 31 માર્ચઃ Colonel Kirori Singh Bainsla dies: ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલાનું લાંબી માંદગી બાદ જયપુરની હોસ્પિટલમાં નિધન થયું છે. આ જાણકારી તેમના પુત્ર વિજય બેંસલાએ આપી હતી. તેઓ લાંબા સમયથી બિમાર હતા. બેંસલા રાજસ્થાનમાં શરૂ થયેલા ગુર્જર અનામત આંદોલનને લઈને દેશભરમાં જાણીતા બન્યા હતા. કિરોડી લાલ બેંસલા ભારતીય સેનામાં કર્નલ હતા.

બેંસલા 2007માં રાજસ્થાનમાં ગુર્જરોના અનામત આંદોલનના મુખ્ય નેતા હતા અને તેઓ ગુર્જર અમનામત સંઘર્ષ સમિતિના પ્રમુખ હતા. તેમને બેવાર કોરોના થયો હતો. 25 દિવસના આંદલોન પછી તેઓને ગુર્જરોને 5% અમનામત આપવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચોઃ Chaitra navratri: એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરુ- વાંચો નવરાત્રિમાં વ્રત કરવાનું મહત્ત્વ કેમ?

બેંસલાએ 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રાજસ્થાનમાં બેંસલાનો એટલો દબદબો હતો કે તેમના એક ઈશારા પર આખું રાજ્ય થંભી જતું હતુ. 2007 દરમિયાન તેમના નેતૃત્વમાં ગુર્જરોએ રાજસ્થાનમાં મોટું આંદોલન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કિરોડી સિંહ બેંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનો મોટા નેતા રહ્યા હતા. જો કે બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2007 દરમિયાન દરમિયાન રાજસ્થાનમાં ગુર્જરો માટે અનામત મેળવવા માટે તેમના નેતૃત્વમાં એક મોટું આંદોલન થયું હતું. આ સિવાય બેંસલા ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના વડા પણ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, બેંસલા ઘણા લાંબા સમયથી બીમાર હતા. બુધવારે રાત્રે મણિપાલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવીએ કે તેમને બે વખત કોરોના થયો હતો. આ સિવાય ગયા વર્ષે નવેમ્બર દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના કારણે તેમને જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Govt employee and pensioners DA Hike: મોદી સરકાર દ્વારા કેન્દ્રના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.