Maa durga image 600x337 1

Chaitra navratri: એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરુ- વાંચો નવરાત્રિમાં વ્રત કરવાનું મહત્ત્વ કેમ?

Chaitra navratri:વાતાવરણમાં પરિવર્તન સમયે આ નવરાત્રિમાં કરવામાં આવતા વ્રત-ઉપવાસથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે

ધર્મ ડેસ્ક, 31 માર્ચઃ Chaitra navratri: 2 એપ્રિલથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થશે. હિંદુ પંચાંગ પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. બે નવરાત્રિ ગુપ્ત હોય છે અને બે સામાન્ય હોય છે. ગુપ્ત નવરાત્રિમાં સાધક મહાવિદ્યાઓ માટે ખાસ સાધના કરે છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. બે સામાન્ય નવરાત્રિ આસો અને ચૈત્ર મહિનામાં આવે છે. આ બે નવરાત્રિમાં સામાન્ય લોકો પણ દેવી માતા માટે વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ કરે છે.

જ્યોતિષ પ્રમાણે ચૈત્ર નવરાત્રિનો સમય ઠંડી જવાનો અને ગરમી શરૂ થવાનો હોય છે. આસો મહિનાની નવરાત્રિ સમયે વરસાદની સિઝન પૂર્ણ થાય છે અને ઠંડી શરૂ થાય છે. વાતાવરણમાં પરિવર્તન સમયે આ નવરાત્રિમાં કરવામાં આવતા વ્રત-ઉપવાસથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.

આ પણ વાંચોઃ family member murder case update: એક પરિવારના 4 લોકોની હત્યામાં મોટો ખુલાસો, વિનોદ મરાઠીની સાસુએ ખોલી ઘરની પોલ

આયુર્વેદમાં રોગને ઠીક કરવાની એક વિદ્યા લંઘન છે, જેમાં નિરાહાર રહેવાની સલાહ આપવામાં આવે છે. નવરાત્રિમાં નિરાહાર રહેવું પડે છે એટલે આ દિવસોમાં વ્રત કરવામાં આવે છે, અનાજનો ત્યાગ કરવામાં આવે છે અને ફળનું સેવન કરવામાં આવે છે. આ કારણે પાંચન તંત્રને આરામ મળે છે અને પેટને લગતી અનેક સમસ્યાઓ અટકે છે.

નવરાત્રિમાં વ્રત કરવાનું મહત્ત્વ કેમ?
નવરાત્રિમાં નવે-નવ દિવસ સુધી પૂજા-પાઠ કરવાની પરંપરા છે. ઘણાં લોકો નવરાત્રિમાં મંત્રજાપ અને ધ્યાન કરે છે. જો આપણે અનાજનું સેવન કરીએ છીએ તો આળસ વધે છે અને પૂજા-પાઠમાં મન લાગતું નથી. એકાગ્રતા રહેતી નથી. આ કારણે નવરાત્રિના દિવસોમાં અનાજનો ત્યાગ કરવામાં આવે છે અને શરીરને ઊર્જા મળે છે, માટે ફળ અને દૂધનું સેવન સીમિત માત્રામાં કરવામાં આવે છે. આવું કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળતી રહે છે અને ભક્ત સંપૂર્ણ એકાગ્રતા સાથે પૂજા-પાઠ કરી શકે છે.

આ પણ વાંચોઃ Govt employee and pensioners DA Hike: મોદી સરકાર દ્વારા કેન્દ્રના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો- વાંચો વિગત

Gujarati banner 01