Corona restrictions will be removed: બે વર્ષ બાદ કેન્દ્ર સરકારે આ તારીખ તમામ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો- વાંચો વિગત

Corona restrictions will be removed: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ મંત્રાલયે કોરોનાવાયરસ નિવારણ પગલાં માટે લાગુ કરવામાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓને રદ કરી દીધી

નવી દિલ્હી, 23 માર્ચઃ Corona restrictions will be removed: બે વર્ષ બાદ કેન્દ્ર સરકારે 31 માર્ચથી તમામ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ મંત્રાલયે કોરોનાવાયરસ નિવારણ પગલાં માટે લાગુ કરવામાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓને રદ કરી દીધી છે.

જો કે, સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ લાગુ કરવાના નિયમો હાલમાં ચાલુ રહેશે. સરકારે કહ્યું કે લોકોએ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ તેમજ સામાજિક અંતરનું ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચોઃ More than 1500 Social Workers join BJP: આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા 1500 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો

અગાઉ, સરકારે પરિસ્થિતિમાં થયેલા સુધારા અને રોગચાળાને પહોંચી વળવા માટે તેની તૈયારીનો હિસાબ લીધો હતો, ત્યારબાદ NDMA એ નિર્ણય લીધો હતો કે હવે કોરોના નિવારણના પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓનો ઉપયોગ કરવાની જરૂર નથી.

Gujarati banner 01