high court divorce approved

Gyanvapi mosque dispute: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર વારાણસી કોર્ટનો મોટો નિર્ણય- વાંચો શું છે મામલો?

Gyanvapi mosque dispute: જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે આ વિવાદીત ઢાંચા નીચે જ્યોતિર્લિંગ છે

વારણસી, 16 એપ્રિલઃGyanvapi mosque dispute: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કમિશનરની નિમણૂક કરવા કોર્ટે આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ, નિયુક્ત કમિશનર 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની મુલાકાત લેશે અને વીડિયોગ્રાફી પણ કરશે. આ દરમિયાન કોર્ટે મંદિર મસ્જિદ પરિસરમાં સુરક્ષા દળો તૈનાત કરવાનો આદેશ જારી કર્યો છે. અરજદારે કોર્ટ પાસે પરિસરની તપાસ, રડાર સ્ટડી અને વિડિયોગ્રાફી માટેનો આદેશ માંગ્યો હતો. તમને જણાવી દઈએ કે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે સપ્ટેમ્બર 2020માં દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે આ વિવાદીત ઢાંચા નીચે જ્યોતિર્લિંગ છે. એટલુ જ નહીં દિવાલો પર દેવી દેવતાઓના ચિત્ર પણ છે. દાવો કરવામાં આવ્યો છે કે, કાશી વિશ્વનાથ મંદિરને ઔરંગજેબને 1664માં તોડી પાડ્યું હતું. બાદમાં તેના અવશેષમાંથી મસ્જિદ બનાવી, જેને મંદિરની જમીનના એક ભાગ પર જ્ઞાનવાપસી મસ્જિદ તરીકે માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Death by drowning: 7 મિત્રો જોતા જ ગંગામાં ડૂબી ગયા, બે વ્યક્તિના મોત

આ પણ વાંચોઃ Delhi capitals physio patrick farhart covid positive: IPLમાં કોરોનાની એન્ટ્રી, આ ટીમમાં નોંધાયો પહેલો કેસ- વાંચો વિગત

Gujarati banner 01