Covid-19 ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta plus variant)ના કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં કર્યો વધારો, સ્વાસ્થ્ય મંત્રાલયે આ રાજ્યોને કર્યા એલર્ટ

નવી દિલ્હી,23 જૂનઃ  દેશમાં બીજી લહેર હજુ ખતમ થઈ નથી, ત્યાં ત્રીજી લહેરની ચિંતા સામે આવી રહી છે. આ વચ્ચે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ(Delta plus variant) નવી મુશ્કેલી લઈને આવ્યો છે. કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાક ગણાતા આ ડેલ્ટા પ્લસને લઈને મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અનેક રાજ્યોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય INSACOG (ઈન્ડિયન  SARS-CoV-2 જીનોમિક કંસોર્ટિયા) ના હાલના નિષ્કર્ષના આધાર પર મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને તેના કેટલાક જિલ્લામાં મળેલા કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટ(Delta plus variant) વિશે સતર્ક રહેવાની સલાહ આપી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્રના રત્નાગિરી અને જલગાંવ જિલ્લાના જીનોમ સિક્વેન્સિંગમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરલના પલક્કડ અને પથનમથિટ્ટા જિલ્લા, અને મધ્યપ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લામાં ડેલ્ટાનું સ્વરૂપ જોવા મળ્યું છે. 

મહારાષ્ટ્રમાં કોવિડ-19નું વધુ સંક્રામક સ્વરૂપ ડેલ્ટા પ્લસ(Delta plus variant)ના અત્યાર સુધી 21 કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે જણાવ્યું કે, આ સ્વરૂપના સૌથી વધુ નવ કેસ રત્નાગિરી, જલગાંવમાં સાત, મુંબઈમાં બે અને પાલઘર, ઠાણે તથા સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી 7500 નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલ 15 મે સુધી એકત્ર કરવામાં આવ્યા હતા અને તેના જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી ચુક્યા છે. 

કેરલના બે જિલ્લા- પલક્કડ અને પથનમથિટ્ટાથી એકત્ર કરવામાં આવેલા સેમ્પલમાં સાર્સ-સીઓવી-2 ડેલ્ટા-પ્લસ(Delta plus variant) સ્વરૂપના ઓછામાં ઓછા ત્રણ કેસ સામે આવ્યા છે. અધિકારીએ આ માહિતી આપી છે. પથનમથિટ્ટાના જિલ્લાધિકારી ડો. નરસિમ્હુગરી ટી એલ રેડ્ડીએ કહ્યુ કે જિલ્લાના કાડાપરા પંચાયતના એક ચાર વર્ષીય બાળકમાં વાયરસના નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું સંક્રમણ જોવા મળ્યું છે. 

Whatsapp Join Banner Guj

કેરલના બે જિલ્લા- પલક્કડ અને પથનમથિટ્ટાથી એકત્ર કરવામાં આવેલા સેમ્પલમાં સાર્સ-સીઓવી-2 ડેલ્ટા-પ્લસ સ્વરૂપના ઓછામાં ઓછા ત્રણ કેસ સામે આવ્યા છે. અધિકારીએ આ માહિતી આપી છે. પથનમથિટ્ટાના જિલ્લાધિકારી ડો. નરસિમ્હુગરી ટી એલ રેડ્ડીએ કહ્યુ કે જિલ્લાના કાડાપરા પંચાયતના એક ચાર વર્ષીય બાળકમાં વાયરસના નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું સંક્રમણ જોવા મળ્યું છે. 

આ પણ વાંચોઃ કોગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) સુરતની કોર્ટમાં મુદતમાં હાજર રહે તેવી શક્યતા, વાંચો શું છે સમગ્ર મામલો?