Tokyo Olympics update

Tokyo Olympics update: બેડમિંટનમાં સિંધુ અને બોક્સિંગમાં સતીષ કુમાર ક્વાર્ટર ફાઈનલમાં, મેરી કોમ બહાર- વાંચો વિગત

Tokyo Olympics update: આજે ક્વાર્ટર ફાઈનલમાં સિંધુ જાપાનની યામાગુચી સામે ટકરાશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 જુલાઇઃ Tokyo Olympics update: ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર દેખાવ કરતાં વિજયી આગેકૂચ જારી રાખી હતી. રિયો ઓલિમ્પિકની સિલ્વર સ્ટાર પી.વી. સિંધુએ બેડમિંટનની વિમેન્સ સિંગલ્સ ઈવેન્ટમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધા ગેમ્સમાં ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવી હતી. આ સાથે સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં આજે તેનો મુકાબલો જાપાનની યામાગુચી સામે થશે.

જ્યારે કારકિર્દીમાં સૌપ્રથમ ઓલિમ્પિક રમી રહેલા બોક્સર સતીષ કુમારે સુપર હેવિવેઈટ કેટેગરીમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને ૪-૧થી હરાવ્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં તેનો મુકાબલો ઉઝબેકિસ્તાનના જાલોલોવ સામે થશે. ભારતીય તીરંદાજ અતાનુ દાસે પણ વિજયી શુભારંભ કરતાં ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી.

આ પણ વાંચોઃ Karina olivia: આ મહિલાએ 1187 ડિગ્રી સેલ્સિયસ ધધકતા લાવા પર 100 મીટરનું અંતર કાપી બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

જોકે, ભારતની લેજન્ડરી મહિલા બોક્સર અને ૨૦૧૨ના લંડન ઓલિમ્પિક(Tokyo Olympics update)ની બ્રોન્ઝ મેડાલીસ્ટ મેરી કોમને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં અણધારી હારનો સામનો કરવો પડયો હતો. મેરીને કોલંબિયાની ઈન્ગ્રીટ વાલેન્સિયા સામેના મુકાબલામાં ૨-૩થી પરાજયનો સામનો કરવો પડયો હતો.  આ સાથે તેની ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની મેરીની આશાનો અંત આવી ગયો હતો. 

ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડની આશા જીવંત રાખતાં ગૂ્રપ સ્ટેજમાં તેની બંને મેચ જીત્યા બાદ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પણ આસાન વિજય પ્રાપ્ત કર્યો હતો. જીતની હેટ્રિક સાથે સિંધુ હવે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી છે. જ્યાં તેનો મુકાબલો જાપાનની યામાગુચી સામે થવાનો છે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી ખેલાયેલા ૧૮માંથી ૧૧ મુકાબલા સિંધુ જીતી ચૂકી છે. સિંધુ અને યામાગુચી છેલ્લે ૨૦૨૧ની ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં ટકરાયા હતા. ત્યારે સિંધુએ તેની જાપાનીઝ હરિફને ૧૬-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૯થી હરાવી હતી. હવે ટોક્યો ઓલિમ્પિકનો આગામી મુકાબલો ભારે રસપ્રદ બનશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ Akshay kumar: ખેલાડી કુમારે કાશ્મીરમાં સ્કુલ બનાવા માટે ડોનેટ કર્યા એક કરોડ- વાંચો વિગત

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના સૌપ્રથમ પુરુષ બોક્સરે વિજયી પ્રારંભ કર્યો છે. ૩૨ વર્ષના સતીષ કુમારે જમૈકાના મુક્કેબાજ રિકાર્ડો બ્રાઉન સામે ૪-૧થી વિજય હાંસલ કર્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય બોક્સરનો સામનો ઉઝબેકિસ્તાનના વર્લ્ડ ચેમ્પિયન બાખોદિર જાલોલોવ સામે થશે. સતીષને તેના પ્રથમ મુકાબલામાં ચહેરા પર બે જગ્યાએ ઈજા થઈ છે. તેને કપાળમાં અને દાઢીના ભાગે ઘા વાગ્યા છે. હવે તેનો મુકાબલો ૧લી ઓગસ્ટના રોજ છે. જાલોલોવે રાઉન્ડ ઓપ ૧૬માં અઝરબૈજાનના અબ્દુલ્લાવને ૫-૦થી પરાજય આપ્યો હતો. 

ભારતના ટોચના તીરંદાજ અતાનુ દાસે પુરુષોની વ્યક્તિગત ઈવેન્ટમાં પ્રથમ મુકાબલામાં તાઈપેઈના ડેંગ યુ-ચેંગને ૫-૪થી હરાવીને આગેકૂચ કરી હતી. જે પછી તેનો સામનો સાઉથ કોરિયાના ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન ઓહ જિન-હ્યઈક સામે થયો હતો. જેમાં તેણે ભારે સંઘર્ષ બાદ ૬-૫થી જીત હાંસલ કરી હતી. અતાનુનો સાઉથ કોરિયન તીરંદાજ સામેનો મુકાબલો ભારે સંઘર્ષમય રહ્યો હતો. હવે તે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના તાકાહાશી ફુરુકાવા સામે સ્પર્ધામાં ઉતરશે. 

આ પણ વાંચોઃ IPPB india new service: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા યુઆઈડીએઆઈના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ કરવામાં આવી-વાંચો વિગત

લંડન ઓલિમ્પિક ૨૦૧૨માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની લેજન્ડરી બોક્સર મેરી કોમનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં કોલંબિયાની વાલેન્સિયા સામે ભારે સંઘર્ષમય મુકાબલામાં પરાજય થયો હતો. મેરી કોમ સામેના મુકાબલામાં વાલેન્સિયાએ પ્રથમ રાઉન્ડમાં એક પોઈન્ટની નિર્ણાયક સરસાઈ હાંસલ કરી હતી. જેના સહારે તે જીતી હતી. મેરી કોમ ત્રણમાંથી બે રાઉન્ડ જીતી હતી. અલબત્ત, પાંચેય જજીસના ત્રણ રાઉન્ડના કુલ સ્કોરને આધારે મેરીને ૨-૩થી હારનો સામનો કરવો પડયો હતો.

મેરીએ કહ્યું કે, મને ખબર જ નથી કે શું થયું. પ્રથમ રાઉન્ડમાં અને બંને અમારી વ્યુહરચનાને ગોઠવવાની કોશીશ કરતાં હતા. જે પછી બે રાઉન્ડમાં હું વિજેતા બની હતી. અલબત્ત, મુકાબલા બાદ રેફરીએ વિજેતા તરીકે વાલેન્સિયાનો હાથ ઊંચો કરતાં મેરીની આંખોમાં આંસુ છલકાઈ ઉઠયા હતા. આમ છતાં તેણે હસતાં ચહેરે વાલેન્સિયાને ભેટીને અભિનંદન પાઠવ્યા હતા. મેરીનો ખેલદિલ પ્રતિભાવ જોઈને કેટલાકને ભારે આશ્ચર્ય થયું હતુ. 

આ પણ વાંચોઃ Rupani sarkar: પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ- પરંતુ જન સેવા-લોકહિતના પાંચ વર્ષમાં થયેલા વ્યાપક કામો જન જન સમક્ષ રાજ્ય સરકાર પ્રસ્તુત કરશે

Whatsapp Join Banner Guj