3 New Moons in solar system

3 New Moons in solar system: સૌરમંડળમાં યુરેનસનો એક અને નેપ્ચુનના બે એમ 3 નવા ચંદ્ર શોધાયા- વાંચો વિગત

3 New Moons in solar system: નાસા અને તેની જેટ પ્રપલ્ઝન લેબોરેટરીની સોલાર ડાયનેમિક્સ ટીમના કહેવા મુજબ આપણા સૌર મંડળમાં  કુલ 293 ચંદ્ર છે.

whatsapp banner

નવી દિલ્હી, 18 માર્ચઃ 3 New Moons in solar system: અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ  એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) અને તેની જેટ પ્રપલ્ઝન લેબોરેટરીની સોલાર ડાયનેમિક્સ ટીમના કહેવા મુજબ આપણા સૌર મંડળમાં  કુલ 293 ચંદ્ર છે. સૌર મંડળનો પાઘડીધારી ગ્રહ શનિ કુલ 146ચંદ્ર સાથે સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ હોવાથી ખગોળ શાસ્ત્રીઓ તેને કિંગ ઓફ મૂન્સ કહેે છે. જ્યારે  બીજા નંબરે  સૂર્ય મંડળના સૌથી મોટા-કદાવર ગ્રહ ગુરુને કુલ 95 ચંદ્ર એટલે કે ઉપગ્રહો  છે. યુરેનસ-28, નેપ્ચુન-16, મંગળ-2, પૃથ્વી –1, લઘુગ્રહ, પ્લુટો-૫ ચંદ્ર  છે.  

આ ત્રણેય  નવા  ચંદ્ર અમેરિકાની કાર્નેગી ઇન્સ્ટિટયુટ  ફોર સાયન્સ (વોશિંગ્ટન)ના ખગોળશાસ્ત્રી સ્કોટ.એસ. શેફર્ડ અને તેની ટીમના  સભ્યોએ શોધ્યા છે. આ ત્રણ નવા ઉપગ્રહોની વિશિષ્ટ શોધની સત્તાવાર જાહેરાત ઇન્ટરનેશનલ  એસ્ટ્રોનોમિક યુનિયન (આઇ.એ.યુ.)ના માઇનોર પ્લેનેટ સેન્ટર  દ્વારા થઇ છે. 

આ પણ વાંચોઃ ECI Order: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો- વાંચો વિગત

સ્કોટ શેફર્ડે ખુશી વ્યકત કરતાં કહ્યું હતું કે  આ ત્રણ નવા શોધાયેલા ચંદ્ર એટલે કે ઉપગ્રહો ખરેખર તો બહુ જ ઝાંખા છે. યુરેનસના નવા ચંદ્રની સંજ્ઞાા-એસ/2023 યુ1-છે જ્યારે નેપ્ચુનના બંને ચંદ્રની સંજ્ઞાા-એસ/2002 એન 5-અને એસ/2021 એન1- છે.

હાલ તો આ ત્રણેય નવા ઉપગ્રહોને ખગોળશાસ્ત્રની સંજ્ઞાા આપવામાં આવી  છે. જોકે થોડા સમય બાદ ત્રણેય નવા ઉપગ્રહોને બ્રિટનના મહાન નાટયકાર વિલિયમ શેકસપિયરનાં નાટકોનાં પાત્રનાં અને ગ્રીક નામ આપવામાં આવશે. યુરેનસનો નવો   ચંદ્ર-એસ/2023 યુ1-  તેના અન્ય ચંદ્રના કદની સરખામણીએ સૌથી નાનો છે. આ નવો ચંદ્ર  680 દિવસમાં તેના પિતૃ ગ્રહ યુરેનસની એક પ્રદક્ષિણા પૂરી કરે છે. સ્કોટ શેફર્ડે  મેગેલેન ટેલિસ્કોપ (ચીલી)ની મદદથી 2023ની, 4, નવેમ્બરે કરી છે. શેફર્ડે  ત્યારબાદ આ જ ટેલિસ્કોપની મદદથી નેપ્ચુનના બે નવા ચંદ્રની પણ શોધ કરી છે.

આ પણ વાંચોઃ Supreame Court on Electoral Bond: સુપ્રીમકોર્ટે SBIને ફટકાર, કહ્યું- “ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો જાહેર કરો”

નેપ્ચુનનો નવો ચંદ્ર એસ/2002 એન૫ તેના પિતૃ ગ્રહ નેપ્ચુન ફરતે નવ વર્ષમાં એક પ્રદક્ષિણા પૂરી કરે છે. જ્યારે એસ/2021 એન 1તેના પિતૃ ગ્રહ નેપ્ચુન ફરતે 27વર્ષે એક પ્રદક્ષિણ પૂરી કરે છે.  

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો