salary660 edited

government employees: મોદી સરકારનો નિર્ણય- વર્ક ફ્રોમ હોમ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નહીં કપાય, વાંચો વિગતે

government employees: રાજ્યસભામાં રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ પોતે જ આ અંગે જાહેરાત કરી હતી. હકીકતે સરકારી કર્મચારીઓના ભથ્થામાં કાપ મુકાશે તેવો ડર હતો

નવી દિલ્હી, 06 ઓગષ્ટઃ government employees: સરકારી કર્મચારીઓ માટે 2021નું વર્ષ સારૂ સાબિત થઈ રહ્યું છે કારણ કે મોદી સરકાર તેમના પર સંપૂર્ણપણે મહેરબાન છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, તે કર્મચારીઓના ભથ્થા અને અન્ય પર્ક્સમાં કોઈ જ કાપ નહીં મુકે. રાજ્યસભામાં રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ પોતે જ આ અંગે જાહેરાત કરી હતી. હકીકતે સરકારી કર્મચારીઓના ભથ્થામાં કાપ મુકાશે તેવો ડર હતો. તેમના આ ડરને દૂર કરવા માટે રાજ્યસભાના એક સદસ્યએ રાજ્ય નાણા મંત્રીને આ અંગેનો સવાલ પુછી લીધો હતો. 

આ પણ વાંચોઃ Sardar nagar: બાળકનો કબજો મેળવવા માતાએ કરેલી અરજી કોર્ટે ફગાવી- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોવિડ મહામારીના કારણે લોકડાઉન દરમિયાન અનેક સરકારી વિભાગોમાં વર્ક ફ્રોમ હોમ અપનાવવામાં આવ્યું હતું. મતલબ કે કર્મચારીઓ ઘરેથી જ કામ કરી રહ્યા હતા. આ કારણે કર્મચારીઓને લાગતું હતું કે, સરકાર તે સમય દરમિયાનનું ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પાછું લઈ શકે છે. આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે પંકજ ચૌધરીએ સરકાર આવું કશું નથી વિચારી રહી તેવો જવાબ આપ્યો હતો. 

આ પણ વાંચોઃ Reliance future group deal: રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવવામાં આવી- વાંચો શું છે મામલો?

મંત્રીએ જણાવ્યું કે, સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ-પેન્શનર્સ સંબંધી 1 જુલાઈ, 2021થી મોંઘવારી ભથ્થા-મોંઘવારી રાહતના હપ્તા બહાર પાડી દીધા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને જુલાઈ 2021થી 28 ટકાના દરે (17 ટકા વર્તમાન દર ઉપર 11 ટકા) પર મોંઘવારી ભથ્થું-મોંઘવારી રાહતની રકમ મળશે. વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને કર્મચારીઓના વેતન અને ભથ્થા સંબંધી વાત છે તો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પહેલેથી જ લાગુ કરી દેવાઈ છે. 

Whatsapp Join Banner Guj