ElectricVehicle925

પર્યાવરણ દિવસે પીએમ મોદીની મોટી જાહેરાતઃ ગુજરાતનું આ શહેર બનશે Electric city, જેમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોને જ મળશે પરમીશન

ગાંધીનગર, 06 જૂનઃElectric city: વડાપ્રધાન મોદીએ ગઇ કાલે વીડિયો કોન્ફરન્સિંગ થકી વિશ્વ પર્યાવરણ દિવસ પર આયોજીત કાર્યક્રમમાં ઈ-100 પાયલટ પ્રોજેક્ટ(Electric city)નો પ્રારંભ કરાવ્યો. આ સાથે 2020થી 2025 માટે ભારતમાં પેટ્રોલમાં ઈથનૉલના મિશ્રણની યોજના પર નિષ્ણાંતોના રિપોર્ટનું અનાવરણ કર્યું હતું.

ગઇ કાલે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફોરન્સમાં કહ્યું કે, ‘આજે વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે ભારતે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. ઈથેનૉલ સેક્ટરના વિકાસ માટે એક વિસ્તૃત રોડમેપ જાહેર કરાયો છે. દેશમાં ઈથેનૉલના ઉત્પાદન અને સપ્લાઈ સાથે જોડાયેલ ઈ-100 પ્રોજેક્ટને પણ પુણેમાં લૉન્ચ કરવામા આવ્યો. મોદી એ આ બેઠકમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ શહેર કેવડિયા(Electric city)માં પેટ્રોલ અને ડીઝલના વાહનો ભૂતકાળ બની જશે. અહી માત્ર બેટરી સંચાલિત વાહનોને પરમીશન મળશે. કેવડિયામાં ટુ વ્હીલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલર જ ચાલશે. આ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉભુ કરાશે. આમ કેવડિયા શહેર માટે આ સૌથી મોટા સમાચાર છે.

Electric city

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,‘ક્લાઈમેટ ચેન્જના કારણે આવતા પડકારો મામલે ભારત પણ જાગૃક્ત છે. હવે ઈથેનૉલ 21મી સદીના ભારતની મોટી પ્રાથમિક્તા તરીકે જોડાઈ ગયું છે. ઈથેનૉલ પર ફોક્સથી પર્યાવરણની સાથે ખેડૂતોના જીવન પર પણ સારી અસર થઈ રહી છે. આજે અમે પેટ્રોલમાં 20 ટકા ઈથેનૉલ બ્લેન્ડિંગના ટાર્ગેટને 2025 સુધી પુરો કરવાનો સંકલ્પ લઈ રહ્યાં છીએ. 6-7 વર્ષમાં રિન્યુએબલ એનર્જીની અમારી ક્ષમતામાં 250 ટકાથી વધુનો વધારો થયો છે. ઈન્સૉલડ રિન્યુએબલ એનર્જી ક્ષમતા મામલે ભારત આજે વિશ્વમાં ટોપ-5 દેશમાં સામેલ છે. તેમાં પણ સૌર ઊર્જાની ક્ષમતા ગત 6 વર્ષમાં લગભગ 16 ગણી વધી છે.’

ADVT Dental Titanium

આ પણ વાંચો….

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઇ મુખ્યમંત્રીએ લીધો મહત્વનો નિર્ણયઃ ૯ મીટર સુધીની ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ Fire NOC લેવાનું રહેશે નહિ