City bus

મોટી રાહત: આવતીકાલથી અમદાવાદમાં સીટી બસ(City bus)સેવા ફરી શરૂ થશે, આ રહેશે સમય..!

અમદાવાદ, 06 જૂનઃCity bus : કોરોનાના કેસ ઘટતા સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવા માટે શહેરીજનો માંગ કરી રહ્યાં છે. ત્યારે AMCના સત્તાધિશોએ સોમવારથી AMTS અને BRTS બસ શરુ કરવાનો નિર્ણય લીધો છે.કોરોનાને કારણે બંધ કરવામાં આવેલી બસો(City bus)ને હવે નિયમો સાથે 50 ટકા કેપેસીટી સાથે દોડાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ તથા AMTS ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શહેરમાં સિટી બસ(City bus) સેવા 18 માર્ચે બંધ કરવામાં આવી હતી. જે હવે સોમવારે 7 જૂનથી શરુ કરવામાં આવશે. શહેરમાં નાગરીકોના પરિવહન અર્થે ગાઈડ લાઈન પ્રમાણે 50 ટકા કેપેસિટી સાથે બસો દોડશે. તે ઉપરાંત હાલ પુરુતુ ટોટલ ફ્લીટની 50 ટકા બસો જ સંચાલનમાં મુકવામાં આવશે. કોરોનાની સ્થિતિને જોતાં હાલ પુરતુ રાત્રિ કર્ફ્યૂ અમલમાં હોવાથી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી જ બસો દોડાવવામાં આવશે.

ADVT Dental Titanium

અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી તેની આવક રોજની 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર્સ-કંડકટર્સની પણ રોજગારી બંધ પડી ગઈ છે. જે હવે AMCના સત્તાધિશોના નિર્ણયથી ફરીવાર પાટા પર ચઢી જશે. સરકારે પણ રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ(City bus) સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.

આ પણ વાંચો….

પર્યાવરણ દિવસે પીએમ મોદીની મોટી જાહેરાતઃ ગુજરાતનું આ શહેર બનશે Electric city, જેમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોને જ મળશે પરમીશન