2 rapists were set on fire by villagers

Fire in the icu ward of brahma shakti hospital: દિલ્હીની આ હોસ્પિટલમાં ICU વોર્ડમાં લાગી આગ, એક દર્દીનું મોત નીપજ્યુ

Fire in the icu ward of brahma shakti hospital: હોસ્પિટલમાં દાખલ બધા દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ વેન્ટિલેટર પર એક દર્દીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી

નવી દિલ્હી, 11 જૂનઃ Fire in the icu ward of brahma shakti hospital: દેશની રાજધાની દિલ્હીમાં આગજનીની ઘટના સામે આવી છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક હોસ્પિટલમાં આગ લાગી છે. આગજનીમાં એક દર્દીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

દિલ્હીના રોહિણી વિસ્તારની બ્રહ્મ શક્તિ હોસ્પિટલમાં ICU વોર્ડમાં આગ લાગી હતી. ત્યાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ બધા દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ વેન્ટિલેટર પર એક દર્દીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 9 ગાડીઓ મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મોળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ અને ફાયર બ્રિગેટની ટીમ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શોધી રહી છે. 

આ પણ વાંચોઃ Affidavit will be free: સરકારની યોજના માટેના સોગંદનામાને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે નહીં આપવા પડે રૂપિયા

આ પણ વાંચોઃ Thailand makes marijuana legal: ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે માન્યતા આપનાર એશિયાનો પહેલો દેશ બન્યો થાઇલેન્ડ

Gujarati banner 01