Recognition found for drinking and growing marijuana in Thailand

Thailand makes marijuana legal: ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે માન્યતા આપનાર એશિયાનો પહેલો દેશ બન્યો થાઇલેન્ડ

Thailand makes marijuana legal: નવા નિયમ પ્રમાણે લોકો તબીબી આધારે ગાંજો પેદા કરી શકશે, ખાઈ શકશે અને તેને વેચી શકશે. જોકે શોખથી ગાંજો પીવા માટે હજી પણ પ્રતિબંધ છે

નવી દિલ્હી, 10 જૂનઃ Thailand makes marijuana legal: ભારતીયોમાં ટુરિસ્ટ સ્પોટ તરીકે લોકપ્રિય થાઈલેન્ડ એશિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે ગાંજાના સેવનને અને ગાંજાને ઘરમાં ઉગાડવા માટે માન્યતા આપી દીધી છે.

થાઈલેન્ડમાં લોકો હવે ગાંજો પી પણ શકશે અને તેને ઉગાડી પણ શકશે. તેને પ્રતિબંધિત ડ્રગ્સના લિસ્ટમાંથી હટાવી દેવાયા છે. સરકારની યોજના આખા દેશમાં ગાંજાના બિયારણને મોકલવાની છે.

દેશના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ હતુ કે, અમે થાઈલેન્ડને વીડ વન્ડરલેન્ડ તરીકે ડેવલપ કરવા માંગીએ છે. નવા નિયમ પ્રમાણે લોકો તબીબી આધારે ગાંજો પેદા કરી શકશે, ખાઈ શકશે અને તેને વેચી શકશે. જોકે શોખથી ગાંજો પીવા માટે હજી પણ પ્રતિબંધ છે.

આ પણ વાંચોઃ Donation of gold and silver in Ambaji temple: આબુરોડના એક પરીવારે પુર્વજોના લાખ્ખો રુપીયાના કિમતી દાગીના અંબાજી મંદિરમાં દાન કર્યા

સરકારને આશા છે કે, ગાંજાની ખેતીના કારણે દેશને કમાણી થશે અને કોરોનાના કારણે ધીમી પડેલી ઈકોનોમીને મદદ મળશે.

સરકારે આપેલી માન્યતા બાદ કેટલાક લોકોએ થાઈલેન્ડમાં આ જાહેરાતની ઉજવણી પણ કરી હતી. બેંગકોકના એક કાફેમાં ગાંજો ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને તેઓ ખુશ દેખાતા હતા.

થાઈલેન્ડમાં ચોકવાન કિટ્ટી ચોપકા નામની એક મિઠાઈ પણ લોકપ્રિય છે. જે ગાંજામાંથી બને છે. કોરોનાના કારણે તેના પ્રોડકશનમાં પણ મંદી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Controversial comment on the Prophet: જુમ્માની નમાજ બાદ દેશભરમાં અનેક સ્થળે પથ્થરમારો, આ બાબતે થઇ રહ્યો છે વિરોધ- વાંચો વિગત

Gujarati banner 01