Goldy brar arrested

Goldy brar arrested: સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં હાથ લાગી મોટી સફળતા, મુખ્ય આરોપીની થઇ ધરપકડ…

Goldy brar arrested: હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બરાડની કેલિફોર્નિયામાંથી ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી, 02 ડીસેમ્બર: Goldy brar arrested: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. હકીકતમાં, હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બરાડની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બરાડની કેલિફોર્નિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. જો કે તેની ધરપકડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

નોંધનીય છે કે મુસેવાલાના પિતા બલકૌર સિંહે ગોલ્ડી બરાડની ધરપકડ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે જે કોઈ પણ ગોલ્ડીનું સરનામું જણાવશે, તે તેની જમીન વેચીને તેને બે કરોડ રૂપિયા આપશે. તેના એક દિવસ બાદ જ ગોલ્ડીની ધરપકડના સમાચાર સામે આવ્યા છે. જોકે, સુરક્ષા એજન્સીઓ આ વાતની પુષ્ટિ કરવા માટે અમેરિકી સત્તાવાળાઓનો સંપર્ક કરી રહી છે.

કોણ છે ગોલ્ડી બરાડ

ગોલ્ડી બરાડને મૂસેવાલા મર્ડર કેસનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર કેનેડામાં બેસીને ગોલ્ડી મૂસેવાલા કેસમાં તમામ સૂચનાઓ આપતો હતો. હત્યા બાદ તરત જ ગેંગસ્ટર ગોલ્ડી બરાડે કથિત રીતે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ઇન્ટરપોલે બરાડ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. એવું કહેવાય છે કે પંજાબમાં તેનું ખંડણી રેકેટ ચલાવ્યા પછી, તે કેનેડાથી જ રાજ્યમાં તેની હિટ સ્કવોડ અને બિઝનેસ ચલાવે છે. તેના પર ભારતમાં હત્યા, ગુનાહિત કાવતરું, ગેરકાયદેસર હથિયારોની સપ્લાય જેવા ઘણા કેસ નોંધાયેલા છે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે 29 મેના રોજ માનસાના જવાહરકે ગામમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. જ્યારે હત્યાકાંડ થયો ત્યારે મુસેવાલા તેની થાર જીપમાં ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન છ હુમલાખોરોએ તેમના વાહનને ઘેરી લીધું અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ કેસમાં ચાર શૂટરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

આ પણ વાંચો: Mera dharm: મારો ધર્મ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Gujarati banner 01