Helicopter Crash: જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, બે પાયલોટના મોત

Helicopter Crash: ક્રેશની આ ઘટનામાં બે પાયલટ ઘાયલ થઈ ગયા હતા. બન્ને પાયલોટને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, પરંતુ દુખદ સમાચાર એ છે કે સારવાર દરમ્યાન બન્ને પાયલોટના મોત નિપજ્યા છે

શ્રીનગર, 21 સપ્ટેમ્બરઃ જમ્મુ-કાશ્મીરના ઉમધપુર જિલ્લાના શિવગઢ ધારથી સેનાના એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના અહેવાલ સામે આવ્યા હતા. સૂચના મળતાની સાથે જ સેના અને પોલીસની ટીમને રવાના કરી દીધી હતી. ક્રેશની આ ઘટનામાં બે પાયલટ ઘાયલ થઈ ગયા હતા. બન્ને પાયલોટને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, પરંતુ દુખદ સમાચાર એ છે કે સારવાર દરમ્યાન બન્ને પાયલોટના મોત નિપજ્યા છે.

પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ભારે ધુમ્મસ હતો, તેથી તે અત્યારે કહી શકાય નહીં કે તે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું કે ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે ઉધમપુરના પટનીટોપ વિસ્તાર પાસે હેલિકોપ્ટર(Helicopter Crash) પડવાની માહિતી સ્થાનિક લોકોએ આપી હતી. અમે આ વિસ્તારમાં ટીમ મોકલી છે

અધિકારીઓએ જાણકારી આપી છે કે આ ઘટના જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સવારે 10 કલાકે 30 મિનીટથી લઈને 10 કલાકે 45 મિનિટ વચ્ચે થઈ હતી. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકો એ એક પાયલોટને બહાર કાઢ્યા હતા. આ હેલિકોપ્ટર(Helicopter Crash) સેનાના એવિએશન કોરનું છે. ઉત્તરી કમાનના એક રક્ષા પ્રવક્તાએ આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે દુર્ઘટના સંબધિત જાણકારીઓને એકત્રિત કરવામાં આવી રહી છે, અને સેના આ સંબધમાં નિવેદન જાહેર કરશે.

આ પણ વાંચોઃ Earthquake: ગુજરાતના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.4ની તીવ્રતા સાથે ઝટકો લાગતા ભયનો માહોલ

Whatsapp Join Banner Guj