Earthquake: ગુજરાતના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.4ની તીવ્રતા સાથે ઝટકો લાગતા ભયનો માહોલ

Earthquake: જસાધાર રેન્જના ગીર બોર્ડરના નાના-મોટા 15 ગામડાઓમાં પણ 2:30 અને 2:33 વાગ્યે તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા છે

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃEarthquake: રાજ્યના ઉના તાલુકાના નીચી વડલી ગામે 2:32 વાગ્યે ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેથી ગામના લોકો ગભરાઇ જતા ઘરની બહાર નીકળી ગયા હતાં. તો બીજી બાજુ જસાધાર રેન્જના ગીર બોર્ડરના નાના-મોટા 15 ગામડાઓમાં પણ 2:30 અને 2:33 વાગ્યે તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

જો કે ભૂકંપ(Earthquake)ના આંચકા એટલાં તીવ્ર હતાં કે લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયાં હતાં. 3.4ની તીવ્રતાના 2 આંચકાથી જસાધાર રેન્જના ગીર બોર્ડર ગામડાઓમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જો કે ઉના અને ગીરગઢડામાં ભૂકંપની નહીવત અસર જોવા મળી છે.

આ પણ વાંચોઃ Paurash patel: પૌરસભાઈ પટેલ ને ગુજરાત ભા.જ.પ વ્યાપાર (ઉદ્યોગ) સેલમાં ગુજરાત પ્રદેશ ટીમમાં નિમણૂક થઇ, વાંચો વેપાર વિશે શું કહ્યું પૌરસભાઈએ?

નોંધનીય છે કે, અમરેલી જીલ્લાના કેટલાંક વિસ્તારોમાં પણ ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાયા છે. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર, પચપચીયા, ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.

2:30 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં. 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જેનું કેન્દ્રબિંદુ ઉના નજીક હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાઓનો અનુભવ થતા જ લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતાં.

આ પણ વાંચોઃ Speaker of Gujarat legislative assembly: ગાંધીનગર વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે આ MLAની નિમણૂંક કરાઇ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj