Pomegranate

Pomegranate benefits For Skin: દાડમની છાલ ત્વચા અને વાળની ​​સુંદરતા વધારવામાં કરશે મદદ, આ રીતે કરો ઉપયોગ…

Pomegranate benefits For Skin: દાડમની છાલમાંથી બનાવેલ ફેસ પેક ત્વચાની ટેનિંગ દૂર કરે છે અને બ્લેકહેડ્સ સરળતાથી સાફ કરે છે

હેલ્થ ડેસ્ક, 19 ઓગસ્ટઃ Pomegranate benefits For Skin: દાડમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. જે તમામ રોગોમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં ફાઈબર, મિનરલ્સ, વિટામીન A, B, C, E અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. જે માનવ શરીર માટે જરૂરી છે. તેથી જ થોડી બીમારી હોય તો દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે.

પરંતુ દાડમના દાણા જ નહીં, તેની છાલ પણ ગુણોનો ભંડાર છે. દાડમની જેમ દાડમની છાલમાં પણ ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ત્વચા અને વાળ પર લગાવવાથી ઘણો ફાયદો થાય છે. ત્વચા અને વાળ માટે દાડમની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો. ચાલો જાણીએ…

સ્કિનને થાય છે ફાયદો

દાડમની છાલમાંથી બનાવેલ ફેસ પેક ત્વચાની ટેનિંગ દૂર કરે છે અને બ્લેકહેડ્સ સરળતાથી સાફ કરે છે. સાથે જ તે મૃત ત્વચાને દૂર કરવામાં પણ મદદ કરે છે. દાડમની છાલ ત્વચામાં કોલેઝનને નષ્ટ કરતાં રોકીનેસેલ્સના વિકાસને ઉત્તેજન આપે છે. પરિણામે વધતી વય અને કરચલીના સંકેતોને ઓછા કરે છે. દાડમની છાલમાં સન-બ્લોકિંગ એજન્ટ પણ હોય છે. જે ત્વચાને હાનિકારક યૂવીએ અને યૂએબી કિરણોથી બચાવે છે. જે ત્વચાના કેન્સરને રોકવામાં ઘણી મદદ કરે છે.

કુદરતી સ્ક્રબ તરીકે ઉપયોગ કરો

જો હાથ-પગની ત્વચા પર ડેડ સ્કિનનું લેયર જમા થઈ ગયું હોય તો દાડમની છાલનો ઉપયોગ કરો. સૌ પ્રથમ દાડમની બધી છાલને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને ત્રણ-ચાર દિવસ તડકામાં સૂકવીને પાવડર બનાવી લો. આ પાવડરને પાણી અથવા ગુલાબજળમાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને તેને હાથ-પગ પર લગાવો. આ ટેનિંગ અને મૃત ત્વચાને સરળતાથી દૂર કરવામાં મદદ કરશે. ઉપરાંત, તે હાથ અને પગ પર કરચલીઓ દેખાવા દેશે નહીં.

વાળનો કુદરતી રંગ

જો સફેદ વાળ પર મહેંદી લગાવવાથી મનવાંછિત રંગ ન આવે તો દાડમની છાલનો પાવડર પાણીમાં ઉકાળી લો. પછી તેમાં મેંદીનો પાવડર મિક્સ કરીને બેથી ત્રણ કલાક માટે રહેવા દો.

બાદમાં તૈયાર કરેલી પેસ્ટને વાળમાં લગાવો. અને ત્રણ કલાક પછી વાળ ધોઈ લો. દાડમની છાલ વાળને સુંદર લાલ રંગ આપવાનું કામ કરશે. તેમજ તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો… India first 3D Printed Post Office: બેંગલુરુમાં ખોલવામાં આવી દેશની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો