bhutan 1611229038 edited

ભેટઃ ભારત નિભાવી રહ્યું છે મિત્રતા, નેપાળ અને બાંગ્લાદેશ સહિત આ દેશોને મોકલી કોરોનીની રસી

bhutan 1611229038 edited

નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય મહિનાઓથી ભારતની જેમ અન્ય દેશો પણ કોરોનાનો સામનો કરી રહ્યાં હતા. જેમાં હવે ભારતની રસી કારગર હોવાથી ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળને કોરોના વેક્સિનનો પહેલો જથ્થો પહોંચાડી દીધો છે. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઇન્ડિયાના પ્લેન દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિડશીલ્ડ વેક્સિન આજે બપોરે બન્ને દેશોમાં પહોંચી ગઇ હતી. વેક્સિન મૈત્રી ડિપ્લોમેસી અંતર્ગત ભારતે ભેંટ તરીકે બાંગ્લાદેશને વેક્સિનના 20 લાખ અને નેપાળને 10 લાખ ડોઝ આપ્યા છે.

Whatsapp Join Banner Guj

ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે બાંગ્લાદેશ ભારત પાસેથી વેક્સિન પ્રાપ્ત કરનાર પ્રથમ દેશો પૈકી એક છે. તે ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેમાં બાંગ્લાદેશનું વિશેષ સ્થાન છે. તે સિવાય નેપાળ પણ ભારત સરકાર તરફથી ભેંટ તરીકે કોવિડ વેક્સિન મેળવનાર દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે.

મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે વેક્સિન વિતરણ બાંગ્લાદેશના લોકોને ભારત તરફથી એક ભેંટ છે. તાજેતરમાં જ 17 ડિસેમ્બર 2020ના આયોજિત વર્ચ્યુઅલ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને ભરોસો આપ્યો હતો, તેની આ પૂર્તિ છે. બન્ને દેશો વચ્ચે મજબૂત , જીવંત અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનું આ પ્રતિબિંબ છે.

GEL ADVT Banner

અગાઉ ભારતે પાડોશી દેશ ભૂટાન અને માલદીવને પણ કોરોના વેક્સિનનો પહેલો જથ્થો મોકલાવ્યો હતો. તેમાં ભૂટાનને દોઢ લાખ અને માલદીવને એક લાખ ડોઝ મોકલવામા આવ્યા હતા.

આ પણ વાંચો….

રામ મંદિર નિર્માણ માટે પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદે ગૌતમ ગંભીરે આપ્યું આટલુ મોટુ દાન