INSAT 3DS

ISRO Launch INSAT-3DS Today: આજે ઇસરો હવામાન ઉપગ્રહ INSAT-3DSનું લોન્ચિંગ કરશે, જેનાથી મળશે કુદરતી આફતોની જાણકારી

ISRO Launch INSAT-3DS Today: INSAT-3DSનું લોન્ચિંગ જે રોકેટ જીએસએલવી એફ14થી કરાશે તેને નોટી બોય પણ કહેવાય છે.  

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ ISRO Launch INSAT-3DS Today: આજે ઇસરો (ISRO) તેના હવામાન ઉપગ્રહ INSAT-3DS ને લોન્ચ કરશે. આ લોન્ચિંગ જીએસએલવી એફ14ને રોકેટ દ્વારા કરાશે. ઈનસેટ-3ડીએસ સેટેલાઈટના લોન્ચિંગનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત અને પ્રાકૃતિક આપત્તિઓની સચોટ જાણકારી મેળવવાનો છે. આજે સાંજે 05:35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કરવામાં આવશે. 

મળશે આ જાણકારી

જીએસએલવી એફ14 હવામાન સેટેલાઇટ INSAT-3DSને પૃથ્વીની ભૂસ્થૈતિક કક્ષામાં સ્થાપિત કરશે. આ મિશનનું સંપૂર્ણ ફન્ડિંગ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરાયું છે. આ લોન્ચિંગ અંતરિક્ષ જગતમાં ભારતના વધતા દબદબાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.  

આ પણ વાંચોઃ Narmada jayanti 2024: આજે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદીને ચુંદડી અર્પણ કરાઇ, જુઓ અદ્ભૂત તસ્વીર

ઉલ્લેખનીય છે કે, INSAT-3DS સેટેલાઈટ દરિયાની સપાટીનું ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે જેનાથી હવામાનની સચોટ જાણકારી મળી શકે અને સાથે જ પ્રાકૃતિક આપત્તિઓ વિશે પણ સચોટ અનુમાન લગાવી શકાય. જ્યારે પ્રાકૃતિક આપત્તિઓની અગાઉથી સચોટ માહિતી મળશે તો તેને રોકવા માટે પણ અસરદાર ઉપાયો કરવામાં મદદ મળશે. ભારતીય હવામાન એજન્સીઓ માટે આ હવામાન સેટેલાઈટ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો