Kapil Sibal leaving Congress party

Kapil Sibal leaving Congress party: કપિલ સિબ્બલે છોડયો કોંગ્રેસનો હાથ, હવે આ પાર્ટીમાં જોડાશે- વાંચો વિગત

Kapil Sibal leaving Congress party: હજી સુધી સિબ્બલે સમાજવાદી પાર્ટીનુ સભ્યપદ નથી મેળવ્યુ પણ 16 મેના રોજ તેમણે ચૂપચાપ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હોવાની અટકળો છે

નવી દિલ્હી, 25 મેઃ Kapil Sibal leaving Congress party: પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનિલ જાખડ બાદ હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પણ કોંગ્રેસને અલવિદા કહી દીધુ છે. કપિલ સિબ્બલે રાજ્યસભામાં પહોંચવા માટે સમાજવાદી પાર્ટીનુ સમર્થન મેળવી લીધુ છે. કોંગ્રસે પાર્ટી માટે આ એક મોટો  ઝાટકો મનાઈ રહ્યો છે. જોકે હજી સુધી સિબ્બલે સમાજવાદી પાર્ટીનુ સભ્યપદ નથી મેળવ્યુ પણ 16 મેના રોજ તેમણે ચૂપચાપ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હોવાની વિગતો સામે આવી છે.

સિબ્બલ ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા હતા. પાર્ટીને સૌથી વધારે ડોનેશન આપનારા નેતાઓમાં સિબ્બલનો સમાવેશ થતો હતો. તેઓ યુપીએ સરકારમાં કાયદા મંત્રીથી માંડીને માનવ સંસાધન વિકાસ મંત્રી પણ રહી ચુકયા હતા.

કપિલ સિબ્બલે છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની ખામીઓને લઈને જાહેરમાં સવાલો કરવા માંડ્યા હતા.તેઓ કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જી-23 તરીકે જાણીતા જૂથના નેતા મનાતા હતા.કોંગ્રેસ પાર્ટી માટે તેઓ કોર્ટમાં લડાઈ લડવા માટે વકીલ હોવાના નાતે હંમેશા આગળ રહેતા હતા.

કપિલ સિબ્બલના કોંગ્રેસ છોડવા પાછળનુ સૌથી મોટુ કારણ એ મનાઈ રહ્યુ છે કે, તેમણે જાહેરમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની નેતાગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. જેના પગલે જી-23 જૂથમાં સામેલ બીજા નેતાઓએ તેમનાથી દુરી રાખવા માંડી હતી.

આ પણ વાંચોઃ Samajwadi Party candidates final: સપાએ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો કર્યા ફાયનલ, આજે જ ભરશે ઉમેદવારી પત્ર

ગાંધી પરિવારે પણ નક્કી કર્યુ હતુ કે, જી-23માં સામેલ બીજા નેતાઓને મનાવી લેવાશે પણ સિબ્બલને મહત્વ આપવામાં નહીં આવે. સિબ્બલને પાર્ટીની કોઈ બેઠકમાં પણ બોલાવવામાં આવતા નહોતા.

2024ની ચૂંટણી પહેલા સિબ્બલના કોંગ્રેસ છોડવાના કારણે પાર્ટીને ફટકો તો પડશે. કારણકે સિબ્બલ ગઠબંધનની રાજનીતિમાં અને કાનૂની લડાઈ લડવામાં માહેર ગણાય છે.

સિબ્બલ સૌથી પહેલા 1996માં કોંગ્રેસની ટિકિટ પર ભાજપના નેતા સુષ્મા સ્વરાજ સામે ચૂંટણી લડીને હારી ગયા હતા. જોકે 2004માં ચાંદની ચોકની બેઠક પરથી તેઓ સ્મૃતિ ઈરાની સામે લોકસભા લડીને સંસદમાં પહોંચ્યા હતા. 2014 સુધી તેઓ મંત્રી રહ્યા હતા.

હાલમાં કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડ સહિતના ઘણા કાયકાદીય મામલાઓમાં તેઓ કોંગ્રેસ તરફથી કોર્ટમાં લડાઈ લડી રહ્યા છે.

આ પણ વાંચોઃ Serious charges against Hardik Patel: હાર્દિક કોંગ્રેસમાં જોડાતા બળાપો, મનસુખ મંડાવિયા પર જોડું ફેંકનાર પાસના જ જુના સાથીદાર સોનાણીએ લગાવ્યા ગંભીર આરોપ

Gujarati banner 01