49104 tractor rally pti

કિસાન આંદોલન યથાવત્ઃ ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો

49104 tractor rally pti

દિલ્હી, 24 જાન્યુઆરીઃ દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર હજુ શંકાના વાદળો ઘેરાયેલા છે. દિલ્હી પોલીસ અને ખેડૂત આગેવાનોના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે.ખેડૂત નેતાઓનું માનીએ તો પોલીસે ટ્રેક્ટર રેલીની પરવાનગી આપી દીધી છે. પરંતુ, પોલીસે જણાવ્યું છે કે ખેડૂતો તરફથી લેખિતમાં રેલીના રુટ આપવાની રાહ જોવાઈ રહી છે. એવામાં શંકા કુશંકાઓ વચ્ચે અનેક સવાલો થઇ રહ્યા છે. જેમ કે, 26 જાન્યુઆરીએ શું ખેડૂતોની આ ટ્રેક્ટર રેલી દિલ્હીમાં યોજાશે? શું દિલ્હી પોલીસ સાથે ખેડૂતોની ટ્રેક્ટર રેડ પર સહમતી સધાઈ છે?

Whatsapp Join Banner Guj

26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી ટ્રેક્ટર પરેડમાં ખેડૂતોની સરઘસ શનિવારે પણ યથાવત રહી હતી.પંજાબ, હરિયાણા, યુપી જેવા રાજ્યોના આશરે પાંચ હજાર ટ્રેકટરો લઈને ખેડૂતો દિલ્હીની સરહદ પર પહોંચી ગયા છે.તે જ સમયે, દિલ્હીના તમામ કનેક્ટિવિટી રૂટ્સને પોલીસે સીલ કરી દીધા છે.

અહીં પંજાબમાં ખેડૂત ટ્રેક્ટર માર્ચના સમર્થનમાં મોટરસાયકલ રેલી કરી હતી.નેતા સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, હજારો ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે સિંઘુ બોર્ડર તરફ રવાના થયા.ટ્રેકટરો ઉપર કેસરી અને વાદળી ધ્વજ લગાવીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કૃષિ કાયદા પાછા નહીં આવે ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરે તેવુ જણાવ્યું હતુ.

GEL ADVT Banner

સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીએ ખેડૂતોની પરેડ થશે જ અને તેના માટેનો ફાયનલ રુટ સવારસુધીમાં મીડિયા સામે રજુ કરી દેવામાં આવશે. પ્રજાસત્તાક દિવસે અમે દિલ્હીની અંદર પ્રવેશ કરીશું. કેટલાંક રુટ નક્કી કરવામાં આવ્યા છે તેના પર સહમતી પણ સધાઈ ગઈ છે. તે રૂટ્સ પર બેરિકેડ્સ હટાવી દેવામાં આવશે.

આ પણ વાંચો…

અનંત પટેલની કલમે…અજબ ગજબની ટેવો….