north indian wedding traditions 4011 800x426 1 edited e1623321053198

Must seek permission second marriage: આ રાજ્યમાં સરકારી કર્મચારીએ બીજા લગ્ન કરતાં પહેલા લેવી પડશે સરકારની પરવાનગી!

Must seek permission second marriage: નિયમ અનુસાર બિહાર સરકારમાં તૈનાત કોઈ પણ સ્તરના કર્મચારી માટે બીજા લગ્ન ત્યારે જ કાયદેસર ગણાશે જ્યારે તેઓ આ માટે સરકાર પાસેથી પરવાનગી લેશે

પટના, 16 જુલાઇઃ Must seek permission second marriage: બિહારમાં સરકારી કર્મચારીઓના બીજા લગ્નને લઈને રાજ્ય સરકારે નવા નિયમ બનાવ્યા છે. નિયમ અનુસાર બિહાર સરકારમાં તૈનાત કોઈ પણ સ્તરના કર્મચારી માટે બીજા લગ્ન ત્યારે જ કાયદેસર ગણાશે જ્યારે તેઓ આ માટે સરકાર પાસેથી પરવાનગી લેશે. જો બીજા લગ્નને પર્સનલ લો ની માન્યતા મળી ગઈ હોય અને સરકાર પાસેથી પરવાનગી ના મળી હોય તો પણ આ લગ્ન ગેરકાયદે ગણાશે.

નીતીશ સરકાર તરફથી જારી આદેશ અનુસાર પૂર્વ પતિ અથવા પત્ની જીવિત હોવા છતાં કોઈ બીજા લગ્ન કરે તો તેને ગેરકાયદેસર ગણાશે. સાથે જ આ પ્રકારના લગ્ન થકી જન્મેલા સંતાનને કરૂણા આધારિત નોકરી માટે કોઈ પ્રકારની દાવેદારીનો પણ હક રહેશે નહીં. 

સરકારની પરવાનગી લીધા બાદ જો બીજા લગ્ન કાયદેસર રીતે કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં પત્ની અને બાળકોને કરૂણા આધારિત નોકરી માટે હકદાર ગણવામાં આવશે. સરકાર તરફથી જારી ગાઈડલાઈન અનુસાર આવા કિસ્સામાં પહેલી પત્નીનુ સ્થાન મહત્વનુ મનાશે. 

આ પણ વાંચોઃ Purnesh Modi App: માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે “Purnesh Modi” એપ્લીકેશન ૨૪ x ૭ કાર્યરત- આ રીતે કરો ફરીયાદ

આ પણ વાંચોઃ Rhea shares note after sushant sister statement: સુશાંતની બહેન પ્રિયંકા સિંહે દાવો કર્યો કે, તેના ભાઈએ આત્મહત્યા નથી કરી- રિયાએ આપ્યો આ જવાબ

Gujarati banner 01