Purnesh Modi App

Purnesh Modi App: માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે “Purnesh Modi” એપ્લીકેશન ૨૪ x ૭ કાર્યરત- આ રીતે કરો ફરીયાદ

Purnesh Modi App: નાગરિકોને પોતાના વિસ્તારના પ્રશ્નો એપ્લીકેશન દ્વારા મોકલી આપવા અનુરોધ કરતા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી

ગાંધીનગર, 16 જુલાઇઃ Purnesh Modi App: રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા “Purnesh Modi” એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જે ૨૪ x ૭ કાર્યરત રહેશે. વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાને થયેલ નુકશાન અંગેની માહિતી આ એપ્લીકેશન દ્વારા મોકલી આપવા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નાગરિકોને અનુરોધ કર્યો છે. જેના આધારે આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાશે.

આ પણ વાંચોઃ Rhea shares note after sushant sister statement: સુશાંતની બહેન પ્રિયંકા સિંહે દાવો કર્યો કે, તેના ભાઈએ આત્મહત્યા નથી કરી- રિયાએ આપ્યો આ જવાબ

“Purnesh Modi” એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદ કેવી રીતે કરશો?

  1. એન્ડ્રોઇડ ફોનમાં ‘Purnesh Modi’ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેને ઓપન કરો.
  2. ત્યારબાદ ત્યાં આપેલ Add suggestion ઓપન કરવું.
  3. ફોર્મ ખુલતા તેમાં નામ, નંબર, પીનકોડ, સરનામું, લેન્ડમાર્ક, તાલુકા, જિલ્લાની જેવી સંપૂર્ણ વિગત ભરો.
  4. વર્ણન ઓપ્શનમાં આપની ફરિયાદને વિસ્તૃતમાં લખો.
  5. વિગત સબમિટ કરો. જરૂર પડ્યે ફોટો પણ અપલોડ કરો.
  6. આપની ફરિયાદ વિભાગ સુધી પહોંચી જશે.
  7. આપની ફરિયાદનો ઉકેલ લાવવા રાજ્ય સરકાર દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરાશે.

આ પણ વાંચોઃ Teesta Setalvad case update: BJP નેતાએ કહ્યું ‘અહેમદ પટેલ માત્ર એક નામ, પાછળ છે સોનિયા ગાંધી’- તો બીજી તરફ અહેમદ પટેલની દીકરીએ આરોપો નકાર્યા

Gujarati banner 01